નડિયાદ શહેરમાં કુલ ચાર સ્થળો પરથી મફત છોડ વિતરણ કરાશે

0
183

 નડિયાદ શહેરને વધુ હરિયાળુ બનાવવા માટે નડિયાદ નગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્‍યે છોડ વિતરણ કરવાનું આયોજન હાથ ધર્યું છે.

જેના ભાગ રૂપે નડિયાદ ખાતે તલાટીબાગ, પીજ કેનાલ વોક વે, ઇપ્‍કોવાલા હોલ અને ખેતેશ્વર ગાર્ડન, દેસાઇ વગો ખાતેથી સવારે ૧૦.૦૦ કલાકથી ૧૨.૦૦ કલાકે અને સાંજના ૪.૦૦ કલાકથી ૬.૦૦ કલાકના સમયગાળા દરમિયાન નગરજનોને પોતાના ઘર પાસેથી ખુલ્‍લી જગ્‍યા હોય ત્‍યાં, ઘરના કંપાઉન્‍ડ વોલ પાસે વૃક્ષ ઉછેર કરવા માટે વિનામૂલ્‍યે રોપાઓનું વિતરણ કરવામાં આવનાર છે. વધુમાં જો કોઇ સોસાયટીમાં ૧૦ થી વધુ વૃક્ષો રોપવાના હશે તો નગરપાલિકા તે માટે જરૂરી ખાડા પણ ખોદી આપશે એમ ચીફ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY