ખેડા જિલ્લામાં NO Vehicle Day ની ઉજવણી કરાઇ.

0
103

દુનિયાભરના લોકોની બદલાયેલી જીવનશૈલી, વધુ પડતા પેટ્રોલ-ડિઝલ અને ટેકનોલોજીના ઉપયોગના કારણે થયેલ કલાઇમેટ ચેન્‍જના પરિણામે વાતાવરણમાં ઉષ્ણતામાન અને પ્રદુષણ ખૂબ જ વધી રહયું છે.

આ વધી રહેલ પ્રદૂષણ અને કલાઇમેટ ચેન્‍જના કારણે લોકોના આરોગ્‍યના પ્રશ્ર્નો પણ ખૂબ જ વધી રહેલ છે. નવી પેઢીમાં આ બાબતે જાગૃતતા આવે તે ખૂબ જ જરૂરી છે. પર્યાવરણના જનત  અને તેને બચાવવા માટે આજે ખેડા જિલ્લામાં NO Vehicle Day ની ઉજવણી કરવામાં આવી હતી. તેના ભાગરૂપે ખેડા જિલ્લા કલેક્ટર શ્રી સુધીર પટેલ, નિવાસી અધિક કલેક્ટશ્રી રમેશ મેરજા સહિત પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ/કર્મચારીઓ અને કલેક્ટર કચેરીના અધિકારીઓ/કર્મચારીઓ આજે સાયકલ લઇને પોતાના કામકાજના સ્થળે ગંતવ્ય કર્યું હતું.

કલેક્ટર શ્રી સુધીર પટેલે જણાવ્યું કે, ૧લી જાન્યુઆરી, ૨૦૧૯ને NO Vehicle Day તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. NO Vehicle Dayની ઉજવણી નિમિત્તે જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ/કર્મચારીઓ આજે પોતાના કામકાજના સ્થળે સાયકલ અથવા ચાલતા કે કોમન પુલના વાહનનો ઉપયોગ કરી કચેરીઓમાં પહોંચ્યા હતા. તેના પરિણામે પેટ્રોલ-ડિઝલની બચત થવા સાથે પર્યાવરણના રક્ષણ અને પ્રદૂષણ થતું અટકશે. કલેક્ટરશ્રીએ સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકોને અઠવાડીયામાં એક દિવસ NO Vehicle Day તરીકે ઉજવી પર્યાવરણનું રક્ષણ કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે, NO Vehicle Day ની ઉજવણીના કારણે પર્યાવરણનું જતન અને રક્ષણ તો થશે જ તેની સાથે સાથે નાગરિકોના આરોગ્યની પણ જાળવણી થશે.

સરદાર પટેલ ભવન, નડિયાદ ખાતે પણ વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ/કર્મચારીઓ પણ NO Vehicle Day ની ઉજવણી કરી પર્યાવરણ જાળવણી માટે સહભાગી બન્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY