ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વિલીયમ મેમોરીયલ બ્રધરન ચર્ચ માં તા.૨૭-૧૨-૨૦૧૮ ના રોજ આહવા ખાતે બપોરે ૨-૦૦ કલાકે ખ્રિસ્તી સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સ્થાનિક આહવાના ૧૫ યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા. ખ્રિસ્તી સમાજના ધર્મગુરૂ દ્વારા ખ્રિસ્તી ધર્મના રીત-રિવાજ મુજબ નવયુગલોના લગ્ન કરાવવામાં આવ્યા હતા.
નાતાલ પર્વની ઉજવણી સાથે સમાજના તમામ લોકો માટે એકતાનું પર્વ બની રહે તે માટે સમૂહલગ્નોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે વિલીયમ મેમોરીયલ બ્રધરન ચર્ચ, આહવાના ધર્મગુરૂ રેવ.વિપુલભાઈ ઠાકોર,રેવ.સી.જે.ઠાકોર,ખ્રિસ્તી સમાજના આગેવાનો તથા આહવા સરપંચ શ્રીમતી રેખાબેન પટેલે ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



