ભચાઉ ટાઉનમાં જાહેરમાં આંકડા તેમજ જુગાર રમતાં ખેલીઓને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યા હતા

0
54

ભચાઉ ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર એસ.જે.ભાટીયા નાં નેતૃત્વ હેઠળ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન બાતમીનાં આધારે ભચાઉ હિમતપુરા પાસે ભુપેન્દ્રસિંહ દિલુભા જાડેજા ઉ.વ.34 રહે હિમતપુરા- ભચાઉ વાળો જાહેરમાં વરલી ફીચરના આંકડા લખી લખાવી નસીબના આધારે હાર જીત નો જુગાર રમતાં આંકડા લખેલ બોલપેન.સાહિત્ય તેમજ વરલી પેપર ના 2300 નો મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

તેમજ ભચાઉ નવાં બસ સ્ટેશન નજીક સ્મશાનમાં ગેર કાયદેસર જુગાર રમતાં ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતાં (1) હરેશ સુરા વિંઝોડા ઉ.વ.27 રહે ભટ્ટ ફળીયા ભચાઉ (2)મહેબૂબ ઇસ્માઇલ રાયમાં ઉ.વ.18 રહે.જલારામ સોસાયટી ભચાઉ (3) ગણેશ હરજી સંજોટ રહે ભચાઉ વાળા ને જુગાર રમતાં ઝડપી પાડ્યા હતાં
જેમાં રોકડ રકમ 13410 મોટર સાઇકલ નંબર GJ12CH 1809 કિંમત 10000 મોબાઈલ ફોન નંગ 3 જેની કિંમત 3000 એમ મળીને કુલ રૂપિયા 26410 નો મુદામાલ કબ્જે કર્યો હતો. ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરીમાં ભચાઉ ઇનચાર્જ ઇન્સ્પેક્ટર એસ.જે.ભાટિયા તેમજ PSI જી.બી.માજીરાણા. ASI નજીરહુસેન. વિજયભાઈ ડાંગર. મહેશગીરી ગોસ્વામી.ભારૂભાઈ વ્યાસ.હરપાલસિંહ જાડેજા એ સાથે રહી કામગીરી આરંભી હતી

હીરાભાઈ વાઘેલા. ભચાઉ ક્ચ્છ Mo. 9099193564

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY