આણંદ,તા.૨૬
આણંદ ખાતે ભાજપ દ્વારા વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમ દરમિયાન એનસીપીના ૬૦ કાર્યકરો ભાજપમાં જાડાયા હતા. આવનાર લોકસભાની ચૂંટણીમાં આણંદ બેઠક કેન્દ્રની રાજનીતિ નક્કી કરવામાં મહત્વની હોય આજથી જ વિજય માટે કામે લાગી જવા કાર્યકરો હોદેદારોને હાકલ કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે આજે આણંદ લોકસભા બેઠકનું આણંદ ખાતે સંમેલન યોજાયું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવિયા, રાજ્યના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
આ પસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા પ્રિયંકા ગાંધી પર નિશાન તાકતા તેમણે કહ્યું હતું કે દાદી જેવું નાક હોવાથી ચૂંટણીઓના જીતાય જા એમજ હોત તો ચીનમાં ઘરે ઘરે વડાપ્રધાન હોત આજના આ વિજય સંકલ્પ સંમેલનમાં એનસીપીના ૬૦ યુવા કાર્યકરો ભાજપ માં જોડાયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



