ખેડા,તા.૩૦
ગુજરાતમાં બળાત્કારના ગુનાઓ દિવસો દિવસ વધી રહ્યા છે ત્યારે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં પણ ૧૦ વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી આવતા ચકચાર મચી ગઇ છે.
વાત કરીએ ઠાસરા તાલુકામાં આવેલા ભગવાનજીના મુવાડા તાબે દીપાપુરામાં રહેતા અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારની ૧૦ વર્ષની સગીરા પર પોતાના ૪૦ વર્ષના સગા કાકાએ બળાત્કાર ગુજાર્યો છે. આ ચકચારી બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
ઠાસરા તાલુકામાં આવેલા ભગવાનજીના મુવાળામાં રહેતી સગીરા પર પોતાના સાગા કાકા એકલતાનો લાભ લઇ ચાર ચાર વખત બળાત્કાર કર્યો અને જ્યારે ચોથી વખત બળાત્કાર કર્યો ત્યાતે સગીરાએ પોતાની માતાને ફરિયાદ કરી હતી. પોતાની દીકરીની ફરિયાદ સાંભળી માતા પણ ચોંકી ઉઠયા હતા અને માતા પતિને જાણ કરતા સમગ્ર મામલો ડાકોર પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. આ મામલાની જાણ થતા ડાકોર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આ કામના આરોપીની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



