નિરંકારી શ્રી શુભકરણજી ભક્તોને સંબોધન કર્યું
સુરત, તા.૯
દિલ્હી થી આવેલા નિરંકારી પ્રચારક શ્રી શુભકરણ જી એ આજે ગોડાદરા સ્થિત રેલવે ફાટક પાસે આયોજીત સત્સંગ માં શ્રદ્ધાળુ ભક્તો ને સંબોધિત કર્યા.
એમણે કહ્યું કે ઇન્સાન દુનિયાવી ચમક અને ભૌતિકતા માં એટલો રંગાયેલો છે કે તે પરમાત્મા ને ભૂલી ચુક્યો છે એવામાં સંત ઇન્સાન ને જાગૃકતા પ્રદાન કરે છે. એમણે કહ્યું કે સંત ઇન્સાન ને પરમતત્વ થી મેળાપ માં સહાયતા કરે છે, સંત ઇન્સાન ને ભૌતિકતા થી કાઢી ને આધ્યાત્મિક ની તરફ લઈ જાય છે.
નિરંકારી સંત એ કહ્યું કે આધ્યાત્મિક ગ્રંથ આપણે પરમતત્વ થી જોડવાની શીખ આપે છે. નિરંકારી મિશન ની માર્ગદર્શક સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજ આજે માનવ સમાજ ને પરમતત્વ ની સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે. દિલ્હી થી આવેલા સંત શુભકરણ જી કેન્દ્રીય સેવાદળ ના મુખ્ય સંચાલક પણ છે, એમણે સત્સંગ થી પૂર્વ દક્ષિણ ગુજરાત ની બધી શાખાઓ ના એક્ટિવ સેવાદળ ની સેવા ની ભાવના થી ઓતપ્રોત કર્યા.
સુરત ઝોન ના ઝોનલ ઈન્ચાર્જ શ્રી ઓનકાર સિંહ જી એ આવેલા સંત ને દુપટ્ટા પહેરાવી સ્વાગત કર્યું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



