ખેડા જિલ્લાનાં બાળકોને મિઝલ્સ રૂબેલા રસીથી સુરક્ષિત કરાશે

0
73

નડિયાદ-શનિવારઃ- આગામી તા.૧૬ જુલાઇથી સમગ્ર ગુજરાત રાજ્યમાં મિઝલ્સ રૂબેલા રસીકરણ અભિયાન શરૂ થનાર છે, જે અંતર્ગત ખેડા જિલ્લાનાં ૯ માસથી ૧૫ વર્ષની ઉંમરના તમામ બાળકોને મિઝલ્સ રૂબેલાની રસીથી સુરક્ષિત કરવામાં આવશે. મિઝલ્સ(ઓરી) અને રૂબેલા(નુરબીબી) વાઇરસથી થતી બિમારી છે. સમગ્ર ભારત દેશમાં મિઝલ્સ અને રૂબેલાની બિમારીને કારણે કેટલાક બાળકો મૃત્યુ પામે છે અથવા તો જન્મજાત ખોડખાંપણનો ભોગ બને છે. મિઝલ્સને નાબુદ કરવા અને રૂબેલાને નિયંત્રણ કરવા રાષ્ટ્રવ્યાપી MR (મિઝલ્સ રૂબેલા) રસીકરણ ઝુંબેશ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજયમાં તા.૧૬ જુલાઇ ૨૦૧૮ થી MR (મિઝલ્સ રૂબેલા) રસીકરણ અભિયાન શરૂ થનાર છે. જે અંતર્ગત ૯ માસથી ૧૫ વર્ષની ઉંમરના તમામ બાળકોને મિઝલ્સ રૂબેલાની રસીનું ઇન્જેકશન આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાનાં બાળકોને આ રસી દરેક સરકારી અને ખાનગી શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને આરોગ્ય કેન્દ્રો ખાતે મુકવામાં આવનાર છે. આ રસી ખુબજ ઉચ્ચ ગુણવતાયુક્ત છે અને તેની કોઇ ગંભીર આડઅસર થતી નથી. વિશેષમાં જો કોઇ બાળકે રસીકરણ અભિયાન અગાઉ પણ MMR અથવા MRની રસી મુકાવેલી હોય તો પણ આ રસીકરણ અભિયાનમાં રસી મુકાવવી જરૂરી છે. આ સમગ્ર અભિયાન દરમ્યાન તાલીમબધ્ધ આરોગ્ય કાર્યકર દ્વારા જ MRની રસીનું ઇન્જેકશન આપવામાં આવશે. આ રસીકરણ અભિયાન અંતર્ગત કોઇ પણ જાતની અફવા પર ધ્યાન ના આપવું અને જરૂર જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ખેડા જિલ્લાનાં દરેક કુટુંબને પોતાના ૯ માસથી ૧૫ વર્ષની ઉંમરના તમામ બાળકોને આ અભિયાન અંતર્ગત મિઝલ્સ રૂબેલાની રસીથી રક્ષિત કરી  અભિયાનને સફળ બનાવવા જિલ્લા આરોગ્ય અધિકારી ડૅા.જાગાણીએ અનુરોધ કર્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY