પ્લાસ્ટીકના ઉત્પાદન-વેચાણ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાય કવાયત

0
57
50 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટીક પર પ્રતિબંધ બાદ હવે – ફી ચુકવવી પડશે અને કડક નિયમોનું પાલન કરવું પડશે

સુરત મહાનગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટીકના કાયદાના કડક અમલ સાથે હવે આગામી દિવોસમાં પ્લાસ્ટીકનો ઉપયોગદ કરનાર અને ઉત્પાદન કરનાર સામે પણ અંકુશ લાવવા માટેની કવાયત હાથ ધરી છે. મ્યુનિ. તંત્રમાં ચાલતી કવાયત મુજબ આગામી દિવોસમાં ૫૦ માઈક્રોનથી ઉપરનું પ્લાસ્ટીકનું ઉત્પાદન કરતાં અને ઉપયોગ કરનારાઓએ મ્યુનિ.ના આરોગ્ય વિભાગનું રજીસ્ટ્રેશન કરાવવું પડે તેવું આયોજન થઈ રહ્યું છે. મ્યુનિ. તંત્રએ પર્યાવરણ માટે ધાતક એવા પ્લાસ્ટીક અને થર્મોકેલ પર અંકુશ મુકવા માટેની કામગીરી શરૃ કરી દીધી છે. મ્યુનિ. તંત્રએ આગામી દિવસોમાં ૫૦ માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક પ્રતિબંધનો સંપુર્ણ અમલ કરાવવા સાથે પ્લાસ્ટીકનો ઉપયોગ મર્યાદિત બને તેવી કામગીરી શરૃ કરી છે. આગામી દિવસોમાં ૫૦ માઈક્રોનથી ઉપરના પ્લાસ્ટીક બેગ કે પ્લાસ્ટીકના અન્ય વસ્તુના ઉત્પાદન કરનાર અને વેચાણ કરનાર તથા ઉપયોગ કરનારાનું રજીસ્ટ્રેશન કરાવવા માટેની કામગીરી શરૃ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. મ્યુનિ. તંત્ર તમામ પ્રકારના પ્લાસ્ટીક ઉત્પાદક અને સ્ટ્રીટ વેન્ડર સહિતના તમામનું રજીસ્ટ્રેશન કરીને તેમની પાસે ફી પણ વસુલશે. આ પ્રકારની કામગીરીથી પ્લાસ્ટીકના ઉપયોગ પર અંકુશ લાગવા સાથે મ્યુનિ.ને રજીસ્ટ્રેશનની આવક પણ થાય તેમ મનાઈ રહ્યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY