વધુ મુસાફરો હોય તેવા 6 રૂટ પર 8 થી 12 મિનિટમાં બસની ફિકવન્સીમાં
– કામરેજ-પાલ, કામરેજ-સચીન, સોમેશ્વર સર્કલ-ડિંડોલી, ચોક-ગભેણી, રાંદેર- સ્ટેશન વચ્ચે સોમવારથી રૃટ લંબા
સુરત મહાનગરાલિકાએ શરૃ કરેલી સામુહિક પરિવહનની સેવાને ધીમે ધીમે સફળતા મળી રહી છે. હાલમાં સુરતની સીટી અને બીઆરટીએસ બસ મળીને રોજના ૧.૮૫ લાખ મુસાફરો મુસાફરી કરી રહ્યાં છે. કેટલાક રૃટ લંબાવવા કે નવા રૃટ માટે મ્યુનિ. તંત્રને સતત રજુઆત થઈ રહી છે. જેના કારણે મુસાફરોની સંખ્યા વધુ હોય તેવા છ રૃટ આગામી સોમવારથી લંબાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. લાંબા રૃટની બસ પર દર આઠથી બાર મીનીટરની ફિકવન્સીમાં બસ મળશે તેવું આયોજન મ્યુનિ. તંત્રએ કર્યું છે. સુરત મ્યુુનિ.એ જે રૃટ પર વધુ પેસેન્જર મળે છે તેવા રૃટ લંબાવવા સાથે બસની ફિકવન્સી પણ જળવાઈ રહે તે માટેનું આયોજન કર્યું છે. બી.આર.ટી.એસ.ના નવ અને સીટી બસના ૩૦ રૃટ મળીને ૧.૮૫ લાખ લોકો રોજ મુસાફરી કરી રહ્યાં છે. હવે તેમાંથી છ રૃટ સોમવારથી લંબાવવા માટે આયોજન થયું છે. સોમવારથી કોસાડથી ખરવર નગરનો રૃટ શરૃ થશે જેમાં ૮ પીક કલાકમાં ૧૨ મીનીટની ફિકવન્સી પર બસ મળી રહે।ે. આ ઉપરાંત કામરેજથી લિનિયર બસ સ્ટોપના રૃટને સચીન જીઆઈડીસી સુધી લંબાવાશે જેમાં આઠ મીનીટની ફિકવન્સી પર બસ મળશે. સોમેશ્વર જંકશનથી અમેઝિયા સુધીના રૃટને ડિડોલી સુધી લંબાવવામાં આવશે. સ્વામીનારાયણ ચોકથી કામરેજના રૃટને હવે પાલ આર.ટી.ઓ.થી કામરેજનો રૃટ કરાશે જેમાં આઠ મીનીટની ફિકવ્સની પર બસ મળી રહેશે. હાલ ચોકથી ઉન બસ દોડે છે ને સવાર-બપોર સાંજ સ્કુલના સમયે ગભેણી ગામ સુધી દોડાવાશે. અડાડણ પાટીયાથી સ્ટેશનનો રૃટ હવે રાંદેરથી સ્ટેશનનો બનશે. જેમાં દર બાર મીનીટની ફિકવન્સી પર બસ મળી શકસ.ે સોમવારથી મ્યુનિ. તંત્ર બીઆરટીએસનો એક નવો રૃટ અને સીટી બસના રૃટ લંબાવવા ની કામગીરી શરૃ કરી છે તનાથી મુસાફરોને સુવિધા મળવા સાથે મુસાફરોની સંખ્યામા પણ વધારો થાય તેવું મ્યુનિ. તંત્રનું માનવું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



