અમદાવાદ,તા.૨૦
અમદાવાદ જિલ્લાના લપકામણ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસની પાછળના ખુલ્લા ખેતરમાં જુગાર રમતા પિતા-પુત્ર સહિત ૧પ શખ્સને અમદાવાદ ગ્રામ્ય આરઆર સેલની ટીમે ધરપકડ કરી છે. પોલીસે આરોપી જુગારીઓ પાસેથી રોકડ રૂ. ૩.૦૮ લાખ અને ૧૮ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ખુલ્લા ખેતરમાંથી જુગાર રમતાં ૧૫ જણાં પકડાવાના કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ ગ્રામ્ય આરઆર સેલની ટીમના અધિકારીઓને બાતમી મળી હતી કે, લપકામણ ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસની પાછળના ખુલ્લા ખેતરમાં કેટલાક શખ્સ જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય આરઆર સેલ અને બોપલ પોલીસની ટીમે સંયુકત રીતે ગઈકાલે સાંજે ખેતરમાં દરોડો પાડ્યો હતો. પોલીસ આવતાંની સાથે જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, જોકે પોલીસે તમામ લોકોને ઝડપી લીધા હતા. પોલીસે દિલીપ પટેલ (રહે. શારદાબા ભુવન, ઓગણજ રોડ), જિજ્ઞેશ પટેલ (રહે.શારદાબા ભુવન, ઓગણજ રોડ), કમલેશ તન્ના (રહે. ગોપાલનગર-રાજકોટ), જિજ્ઞેશ મોણપરા (રહે. રાજકોટ), ઇમરાન પઠાણ (રહે. અંબાસણ-મહેસાણા), કેતનસિંહ (રહે.ભેસાણા-મહેસાણા), ભક્તિજી ઠાકોર (રહે. બાલિયાસણ-મહેસાણા), મૂકેશ દેસાઈ (રહે. થલતેજ), બલદેવ ઠાકોર (રહે. મહેસાણા), જતીન પટેલ (રહે. શારદાબા ભુવન, ઓગણજ રોડ), નરેશ પટેલ (રહે. નંદાસણ), તરુણ પટેલ (રહે. ખોડિયાર ફાર્મ, ઓગણજ), ચેતન પટેલ (રહે. સઈજ), જગુભા ઠાકોર (રહે. મહેસાણા) અને લક્ષ્મણ ચૌહાણ (રહે. લપકામણ)ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ સ?હિત રૂ. ૩.૬૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી દિલીપ પટેલ બહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડતો હતો. પોલીસે તમામની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


