ન્યુ દિલ્હી,તા.૧૪
૧૦ કરોડ ગરીબ પરિવારોને વાર્ષિક પાંચ લાખ રૃપિયાનો સ્વાસ્થ્ય વીમો આપતી આયુષ્યમાન ભારત- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન (એબી-એનએચપીએમ) આવતીકાલે ૧૧ રાજ્યોના જિલ્લામાં લાગુ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે લાલકિલ્લા પરથી તેની જાહેરાત કરશે. તેઓ પોતાના સંબોધનમાં જ યોજનાનો આગળનો રોડમેપ રજૂ કરશે. જા કે તેમાં ગુજરાતનો હજુ સમાવેશ કરવામાં આવ્યો નથી.
જે રાજ્યોમાં નમોકેયરની શઆત કરવામાં આવશે તેમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મણિપુર, આંધ્રપ્રદેશ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, પશ્રિ્ચમ બંગાળ, દમણ-દીવનો સમાવેશ થાય છે. આયુષ્યમાન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનના મુખ્ય કાર્યકારી અધિકારી ઈન્દુભુષણે કહ્યું કે આ રાજ્યોના પસંદગીના જિલ્લાઓમાં અંદાજે ૧૦૦ હોસ્પિટલો સાથે આ મિશન શ કરવામાં આવશે. તેમાં મોટાભાગની હોસ્પિટલો સરકારી છે.
મિશન શરુ થઈ ગયા બાદ તેમાં અન્ય હોસ્પિટલોને જાડવામાં આવશે. તેમણે કહ્યું કે અમારી ટીમ રાજ્યો સાથે સતત કામ કરી રહી છે અને અમને આશા છે કે ઓક્ટોબર પહેલાં મોટાભાગના રાજ્યોના તમામ જિલ્લાઓમાં આ યોજના લાગુ થઈ જશે. વડાપ્રધાન તરફથી જાહેરાત બાદ આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ આ ૧૦૦ હોસ્પિટલોમાં જઈને મફત સારવાર કરાવી શકશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



