નવસારી, તા.૬
યુવાનો નેતૃત્વ હાથમાં લેશે તો જ ગ્રામ સ્વરાજ ઘ્વારા લોકશાહીના મુલ્યોને સ્થાપિત કરી શકાશે, એમ નવસારીના જાણીતા શિક્ષણવિદ્ અને ભકતાશ્રમના કેમ્પસ ડિરેકટર શ્રી ધર્મેશ કાપડીયાએ નહેરુ યુવા કેન્દ્ર નવસારી જિલ્લા ઘ્વારા આયોજીત પાડોશી યુવા સાંસદ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમમાં જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કહયું હતું કે, જયાં સુધી ભારતના દરેક ગામોના યુવાનો સજજ નહી થાય, સ્વયં ને અોળખીને લોકકલ્યાણના કાર્યમાં જાતરાશે નહિ, ત્યાં સુધી લોકશાહીને સાચા અર્થમાં ચરિતાર્થ કરી શકાશે નહિ.
જનતા માધ્યમિક શાળા ખેરગામ હિરક મહોત્સવ મનાવી રહયું છે ત્યારે નવસારી જિલ્લા નહેરુ યુવા કેન્દ્રના સંયુકત ઉપક્રમે ખેરગામ તથા તેની આસપાના ગામના ૧૯ થી ૩૫ વયના યુવાનો તથા શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઅો માટે પાડોશી યુવા સાંસદ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રારંભમાં શાળાના આચાર્ય શ્રી યોગેશભાઇ લાડે મહેમાનોને આવકાર્યા હતાં. ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી વિપુલ પવારે મહેમાનોનું સ્વાગત અને પરિચય આપ્યો હતો. નવસારી જિલ્લાના સંયોજિકા શ્રીમતી મનીષાબેન શાહે કાર્યક્રમનો ઉદેશ સમજાવી નહેરુ યુવા કેન્દ્ર ઘ્વારા થતા રાષ્ટ્રનિર્માણના કાર્યની માહિતી આપી હતી.
આ પ્રસંગે મુખ્યમહેમાન પદેથી શ્રી વનરાજ કોલેજ ધરમપુરના પૂર્વ આચાર્ય શ્રી યોગેશભાઇ ભટૃ નેતૃત્વ વિકાસ માટે કયા ગુણો વિકસાવવા અને નેતા કેવા હોવા જાઇએ, એ બાબત પર ઉદાહરણ આપી વકતવ્ય આપ્યું હતું. જયારે બેîક અોફ બરોડાના પૂર્વ ડિરેકટર શ્રી કે.ડી.પરમારે રાષ્ટ્રીય સતર્કતા ઘ્વારા ભ્રષ્ટાચાર પર કેવી રીતે લગામ લગાવી શકાય તે વિશે માહિતી આપી હતી. શાળાના આચાર્ય શ્રી યોગેશભાઇએ યોગ શિક્ષણ અંગે જાણકારી આપી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



