વ્યારા, તા.૬
જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી અસરના સંબંધમાં તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા ફોડવા અંગે સ્પષ્ટ સૂચનાઓ તથા માર્ગદર્શિકા આપવામાં આવી છે. જેનું પાલન થાય તે અત્યંત જરૂરી હોઇ તાપી જિલ્લાના જિલ્લા કલેકટર એન.કે.ડામોરે જાહેરનામું બહાર પાડી તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અસરથી તા. ૨૩/૧૧/૨૦૧૮ના ૨૪ઃ૦૦ કલાક સુધી નીચે મુજબના કૃત્યો કરવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામામાં જણાવાયા અનુસાર કોઇપણ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલા કોઇ પણ પ્રકારના ફટાકડા કોઇ પણ પ્રસંગે ફોડી શકશે નહિં કે અન્ય કોઇ પણ રીતે ઉપયોગ કરી શકશે નહિં. કોઇ પણ વ્યક્તિ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ રાત્રીના ૨૦ઃ૦૦ કલાકથી ૨૨ઃ૦૦ કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકશે. તે સિવાયના સમય દરમિયાન કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકશે નહિં. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે એમ જિલ્લા કલેકટર એન.કે ડામોર તરફથી જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



