માંગરોલ ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટર ને રજૂઆત : ધનેશ્વર મંદિર માં ખોટી રીતે રહેતા પર પ્રાંતી સાધુ પ્રત્યે વધતો રોષ
સંતો દ્વારા ખોટીરીતે આ મંદિર ની જગ્યા પચાવી લેવામાં આવી મામલતદાર માં ખોટી એન્ટ્રી પડાવી હોવાનો આક્ષેપ
રાજપીપળા : નર્મદા જિલ્લામાં નર્મદા નદી કિનારે આવેલ આશ્રમો માં રહેતા સાધુઓ નો રેકોર્ડ તપાસવા એક બાજુ માંગ ઉઠી છે ત્યારે ધનેશ્વર મંદિર ના વહીવટ ને લઈને વિવાદ વકરતો જાય છે, સામાજિક કાર્યકર ડી.પી.ટેલર દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદન આપ્યા બાદ આજે માંગરોલ ગ્રામપંચાયત દ્વારા ધનેશ્વર મંદિર ના વહીવટ ઉપર આક્ષેપો કરી જે વહીવટ હિન્દુ દેવસ્થાન કમિટી ને સોંપવામાં આવે અને વહીવટ ગ્રામપંચાત કરે, તેમના પુજારી મંદિર ની સેવા પૂજા કરે બાકીના તમામ કહેવાતા સંતો ને અહીંયાથી ખસેડવા માટેની માંગ કરી છે અને જો આ સંતો નહિ ખસે તો ગ્રામજનો દ્વારા આંદોલન પણ કરતા ખચકાઈશુ નહિ તેવી ગ્રામજનો એ ચીમકી આપી છે.ગરોલ ગ્રામપંચાયત ના લેટરહેડ પર લેખિત આવેદન પત્ર આપી ધનેશ્વર મંદિર ના વહીવટ અંગે ગંભીર આક્ષેપો કારતા ચકચાર મચી છે. નાંદોદ તાલુકાના માંગરોલ ગામે આવેલ નર્મદા તટ પરનું ધનેશ્વર મહાદેવ નું મંદિર વર્ષો જૂનું અને પૌરાણિક મંદિર છે જે ગ્રામપંચાયત વહીવટ કરતી હતી સર્વે નંબર 869 અને 870 વાળી જમીન ગેરકાયદેસર રીતે મામલતદાર કચેરીમાં ખીતીરીતે પાડામાં આવેલ નોંધ 4748 થકી સર્ગીય હનુમાનદાસજી ના વારસાગત અને પરંપરાગત ના હોવા છતાં મામલતદાર કચેરીમાં ખોટીરીતે એન્ટ્રી પાડવામાં આવી અને જે અંગેનો રેકોર્ડ પણ ગમ કરીદેવામાં આવી છે જે કોઈ રાજકીય દબાણ હેઠળ કરવામાં આવ્યું હોય આ વહીવટ બાબતે જિલ્લા કલેક્ટર તપાસ ના આદેશ આપે અને મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી માં પણ તપાસ કરાવે કે આ બાબતે ગ્રામજનો એ માંગ કરી જિલ્લા કલેક્ટર ને આવેદન આપ્યું છે.
આ બાબતે સરપંચ પરસોત્તમ તડવી એ જણાવ્યું કે આ ધનેશ્વર મંદિર અમારા ગામનું છે જેનું એક ટ્રસ્ટ પણ છે અને સ્થાનિક પોતાને સંતો ગણાવી પચાવી પાડ્યું છે.હાલમાં અમારા ગ્રામપંચાયત નું મંદિર અને આશ્રમ હોય જેના પર કહેવાતા સંતોએ દબાણ કરી દીધું છે જેની તપાસ થાય તેમની પાસે પુરાવા તપાસે કેમકે કેટલાક મોટા આશ્રમો પોતાની નીતિ છોડી નર્મદા કિનારા ના જુના મંદિરો પર દાનતો બગાડે છે અને તેના સંચાલન માં તેમના સાધુને મૂકી તેમનો વિસ્તાર વધારે છે જે ખરેખર ખોટું છે જેથી આ ધનેશ્વર મંદિર ના વહીવટ અંગે તપાસ થવી જોઈએ કોઈ પણ રાજકીય દબાણ વગર તપાસ થાય તેવી માંગ કરી છે જો એમ નહિ થશે તો અમે આખું ગામ ભેગા મળીને હાલમાં રહેતા સાધુઓને બહાર કાઢી મુકીશું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



