સુરત, તા.૬
વિમેન્સ એથનિક વેર બ્રાન્ડ ઇમારાએ ગુજરાતમાં સુરત ખાતે તેનો પ્રથમ ફ્લેગશિપ સ્ટોર ખોલ્યો છે. આ બ્રાન્ડે આજની આધુનિક યુવા નારીને લક્ષ્યમાં રાખી ફેશન ક્લાસિક્સને પુનઃજીવંત કર્યા છે તથા એથનિક વેર માટે સમકાલીન પ્રોડક્ટ્સ રજૂ કરી છે.
જેકલિન ફર્નાન્ડિઝ ઇમારાની બ્રાન્ડ એમ્બેસેડર છે અને ઇમારા યુવા વર્ગ માટે તાજી ફેશન અને સ્ટાઇલ રજૂ કરે છે. તેનો એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ કોનોપસ મોલ, ઘોડરોડ સુરત ખાતે આવેલો છે. એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટનું ઉદઘાટન ભારતીય અભિનેતા, ટેલિવિઝન પર્સનાલિટી અને વીજે રણવિજય સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું.
સુરત ખાતે ઇમારાના સ્ટોરની સાથે દેશમાં તેનો ૧૬મો એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ ખૂલ્યો છે. શોપર્સ સ્ટોપ, સેન્ટ્રલ, પ્રોજેક્ટ ઇવ, બ્રાન્ડ ફેક્ટરી અને અન્ય ઓનલાઇન ચેનલ્સ દ્વારા બ્રાન્ડની હાજરી વિસ્તારતી યુનિવર્સલ સ્પોટ્ર્સબિઝ હવે દેશમાં એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ્સનું નેટવર્ક આક્રમક રીતે વધારી રહી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





