પ્યોંગયોંગ,તા.૧૩
દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ મૂન જેઈ ઈન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોન્ગ ઉન વચ્ચે ત્રીજી સમિટ સપ્ટેમ્બર મહિનાના અંત ભાગમાં યોજાશે. આ બેઠક ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે, બન્ને દેશોના અધિકારીઓ વચ્ચે સોમવારે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ અંગે સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી.આપને જણાવી દઈએ કે, પાનમુનજામમાં ગત એપ્રિલ મહિનામાં યોજાયેલી ઐતિહાસિક સમિટમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, કિમ જોન્ગ ઉન સાથે મુલાકાત માટે દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ મૂન જેઈ ઈન પ્યોંગયાંગ જશે.
સોમવારની ઉચ્ચસ્તરીય બેઠક ઉત્તર કોરિયાના વિસ્તારના એક ગામમાં યોજાઈ હતી. ઉત્તર કોરિયાએ ગયા સપ્તાહે આ બેઠકની દરખાસ્ત કરી હતી. દક્ષિણ કોરિયાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા યૂનિફિકેશન પ્રધાન ચો મ્યોન ગ્યોને બેઠક પહેલા પત્રકારોને જણાવ્યું કે, ‘અમે પાનમુનજામ ઘોષણા પર પ્રગતિ અંગે સમીક્ષા કરીશું અને આગામી શું નિર્ણય કરવા તે અંગે પણ ચર્ચા કરીશું’.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




