ભુજઃ માંડવી તાલુકાના મોમાયમોરા ગામે મૃત પત્નીના વિરહમાં 30 વર્ષિય પતિએ પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં અરેરાટી છવાઈ ગઈ છે.
મરનાર યુવક ભરત ખીમજી સંઘારનો મૃતદેહ આજે બપોરે ગંગાપર ગામની નદીના પટમાં બાવળની ઝાડીમાં ગળેફાંસો ખાધેલી લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
ભરતે મરતાં પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટમાં જણાવ્યું છે કે, પત્નીના વિરહમાં તે આપઘાત રહી રહ્યો છે અને બીજા કોઈને દોષી ના ઠેરવવા. ભરતની પત્નીએ પણ આજથી સવા-દોઢ માસ પૂર્વે અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
- રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ-કચ્છ
મો.૯૭૧૪૦૬૫૪૦૫ ko
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








