ઈપીએફના ૬૦ લાખ પેન્શનરને લઘુતમ રૂ. ૭૫૦૦નું પેન્શન આપવા માગણી

0
16

વચગાળાની રાહત પેટે રૂ.૫૦૦ આપવા માંગ કરાઈ
ન્યુ દિલ્હી,તા.૧૩
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના ૬૦ લાખ પેન્શનરોએ લઘુતમ માસિક પેન્શન વધારીને રૂ.૭પ૦૦ કરવા અને વચગાળાની રાહત પેટે રૂ.પ૦૦ આપવા માગણી કરી છે. ઓલ ઇન્ડિયા ઇપીએસ-૯પ પેન્શનર્સ સંંઘર્ષ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને પક્ષ વડા મથકના પ્રભારી અરુણસિંહાને એક આવેદનપત્ર સુપરત કર્યું છે.
અરુણસિંહાએ ઇપીએસ પેન્શનરોની આ માગણી પર સંબંધિત વિભાગ વિચાર વિમર્શ કરશે એવી ખાતરી આપી હતી. હજારોની સંખ્યામાં ઇપીએસ-૯પમાં આવેલા પેન્શનર્સ પોતાની માગણીઓના સમર્થનમાં ભાજપના વડામથક પર એકત્ર થયા હતા.
પેન્શનર્સ સંઘર્ષ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉતે વધુમાં જણાવ્યું હતું કે મોંઘવારીના જમાનામાં પેન્શનરોને મળતું રૂ.ર૦૦થી રપ૦૦ સુધીનું માસિક પેન્શન ઘણું ઓછું છે. એક બાજુ સરકારી કર્મચારીઓના પગારો રૂ.એક લાખ થી પાંચ લાખ સુધી પહોંચી ગયા છે ત્યારે આટલા નજીવા પેન્શનમાં વયોવૃદ્ધ પેન્શનરો જીવન નિર્વાહ કઇ રીતે કરી શકે? પેન્શનરો કોશિયારી સમિતિની ભલામણો અનુસાર લઘુતમ માસિક પેન્શન વધારીને રૂ.૭પ૦૦ કરવાની માગણી કરી રહ્યા છે. આ ઉપરાંત ઇપીએસ-૯પ પેન્શનર્સ અને તેમના પત્નીને વિનામૂલ્યે મેડિકલ સુવિધા આપવાની માગણી કરી રહ્યા છે. જે નિવૃત્ત કર્મચારીઓને ઇપીએસ-૯પ યોજનામાં સામેલ કરવામાં આવ્યા નથી તેમને તેમાં સભ્ય બનાવીને પેન્શન યોજના હેઠળ લાવવા અથવા રૂ.પ,૦૦૦ સુધીનું માસિક પેન્શન આપવા માગણી કરી છે.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY