મમતા બેનર્જી મુખ્યમંત્રી છે તો એનઆરસી મુદ્દે આટલા ચિંતિત કેમ : વિજયવર્ગીય

0
6

કોલકાત્તા,તા.૨૨
ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયએ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમણે મંગળવારે કહ્યું કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં પોતાની મનમાની ચલાવી રહ્યા છે. વિજયવર્ગીયએ વધુમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર છે. અને તેમની સરકાર દેશના બંધારણનું પાલન કરી રહી નથી. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે જો રાજ્યપાલે પણ કોઈ પણ બાબતે મમતા બેનર્જીની પરવાનગી લેવી પડતી હોય, તો સ્પષ્ટ છે કે મમતા બેનર્જી પોતાનો કાયદો ચલાવી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીનાં કદ્દાવર નેતા અને પાર્ટીનાં મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયએ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. એનઆરસી મુદ્દે વાત કરતાં તેમણે કહ્યું કે, મમતા બેનર્જી વડા પ્રધાન નહીં પણ માત્ર મુખ્યમંત્રી છે. તો પછી તેઓ એનઆરસી વિશે કેમ આટલા ચિંતિત છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મમતા બેનર્જીએ એનઆરસીને લઈને કેન્દ્રની ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. ત્યારબાદ વિજયવર્ગીયએ હવે મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહાર કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY