વિરોધ પ્રદર્શનોને હિંસક બનાવવા પાછળ ભાજપનો જ હાથ છે : મમતા બેનરજી

0
2

કોલકાત્તા,તા.૨૦
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં નાગરિકતા સુધારણા કાયદા પર વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું હતું. જેના પર મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે આ વિરોધ પ્રદર્શનને હિંસક બનાવવા પાછળ ભાજપનો હાથ છે. વિરોધ પ્રદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.
મુર્શિદાબાદમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શન પર મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિવાદાસ્પદ દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે આ પ્રદર્શનમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. તેઓ લુંગી પહેરીને પથ્થરમારો કરવા માટે આવ્યા હતા.
સ્થાનિક લોકોએ આ પથ્થરમારો કરનારા ભાજપના કાર્યકર્તાઓને ઓળખી લઈને પોલીસને સોંપી દીધા છે. મને પહેલાથી ખબર હતી કે ભારતીય જનતા પાર્ટી આવું કંઈક જરૂર કરશે. મે આ વિશે રેલીમાં જણાવ્યું પણ હતું કે વિરોધ પ્રદર્શનોને હિંસક બનાવવા પાછળ ભાજપનો જ હાથ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY