કોલકાત્તા,તા.૭
દેશના ત્રણ હિન્દી ભાષી રાજયોમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના પરાજય પછી હવે વિપક્ષી દળોની નજર ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પર ટકેલી છે. તૃણમુલ કોંગ્રેસની અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી છેલ્લા ઘણા સમયથી એવા તકની રાજ જાઈ રહી છે. જે રાષ્ટ્રીય લેવલ પર લઈ જાય. હવે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ભગવા બ્રિગેડ સામે લડાઈ માટે મહત્વપૂર્ણ ભૂમિકામાં આવવા પૂરતા પ્રયત્નો કરી રહી છે.
કદાચ મમતા બેનર્જીની મહત્વકાંક્ષા અહીં સુધી સિમિત નથી. તે યૂપીએ અને એનડીએ કરતા અલગ ત્રીજા મોરચો એટલે કે ફેડરલ ફ્રંટ બનાવવાનો પ્રયત્ન પણ કરી રહી છે. આ કારણે ૧૯ જાન્યુઆરીએ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાનાર ટીએમસીની મહારેલીમાં લગભગ બધા ક્ષેત્રીય દળો સામેલ થાય તેવી સંભાવના છે.
ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે નેશનલ કોન્ફરન્સ (એનસી)ના અધ્યક્ષ ફારૂક અબ્દુલા, ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, એનસીપીના સુપ્રીમો શરદ પવાર અને શત્રુધ્ન સિંહા સહિત ઘણા મોટો નેતા આ રેલીમાં સામેલ થશે.ત્રૂઢણ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


