નોટબંધીનાં વિરોધમાં કોંગ્રેસ પાર્ટી દ્રારા નોટબંધીનું વર્ષ પૂર્ણ તથા વિરોધ પ્રદર્શિત ઉગ્ર વિરોધ કર્યો.

0
19

ભરુચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નોટબંધીની નિષ્ફળતા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રીને ઉદ્દેશીને કેટલાંક સવાલો લેખિત સ્વરૂપે આપવામાં આવ્યા હતા. તો સાથે સાથે નોટબંધીનાં નિર્ણયને વડાપ્રધાનનો તઘલકી નિર્ણય ગણાવી કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડપણ હેઠળ ગત તારીખ 8 નવેમ્બર 2016નાં રોજ દેશમાં નોટબંધી કરી દેવામાં આવી હતી. જેને બે વર્ષ પૂર્ણ થવા છતાં જે હેતુ માટે નોટબંધી કરવામાં આવી હતી તે હેતુ સિધ્ધ ન થતાં આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને ફાટવાયેલા લેખિત પત્રમાં જણાવ્યું છે કે, વડાપ્રધાને મનસ્વી અને આપખૂદી રીતે નિર્ણય લઈને રૂપિયા 15.44 લાખ કરોડના ચલણી નાણાંને રદ કરી દેવામાં આવ્યું. જેનો ઉદ્દેશ આતંકવાદને નાથવા, નકલી નોટોને નાબુદ કરવા તથા કાળુ નાણું બહાર લાવવા માટે હતો. પરંતુ તે પૈકીનો એકપણ ઉદ્દેશ સિધ્ધ નથી થયો.

વધુમાં લખ્યું છે કે, નોટબંધી પછી નવી નોટો છાપવા માટેનો ખર્ચ 7965 કરોડ થયો. કેન્દ્રસરકારનાં નોટબંધીના નિર્ણયને પગલે લઘુ-મધ્યમ ઉદ્યોગોને મરણતોલ ફટકો પડ્યો, કુટીર ઉદ્યોગો નાશ થવાના આરે આવી ગયા. રોજીંદી આવક વાળા કરોડો લોકોએ પોતાની રોજગારી ગુમાવી દીધી. ભારતીય અર્થતંત્રનાં જીડીપી વિકાસમાં પણ 1.5 ટકાનું નુકશાન થયું. અને આ નિર્ણયના પગલે દેશમાં 100 કરતાં વધુ લોકોએ આઘાતનાં પગલે જીવ ગુમાવ્યા હતા. નોટબંધીનાં બે વર્ષ થવા છતાં પણ હજી દેશમાં કોઈપણ પ્રકારનો સુધારો કે ચીજવસ્તુઓનાં ભાવોમાં ફર્ક પડ્યો નથી. જેનાં કારણે કેટલાંક લેખિતમાં સવાલો રજૂ કરી વડાપ્રધાન સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY