અમારી વચ્ચેના મતભેદોને ઝઘડાનું કારણ નહીં બનવા દઈએ : મોદી

0
12

કોવલમ,તા.૧૨
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બે દિવસના ભારત પ્રવાસના બીજા દિવસે પણ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ તમિલનાડુના કોવલમમાં આવેલી તાજ ફિશરમેન કૉવ રિસોર્ટમાં વન ટુ વન મીટિંગ કરી હતી. ત્યારપછી મોદી અને જિનપિંગ વચ્ચે પ્રતિનિધિ સ્તરની ચર્ચા થઈ હતી. તેમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જિનપિંગને એક ખાસ શૉલ પણ ગીફ્ટ આપી હતી. શી જિનપિંગ નેપાળ જવા રવાના થયા હતા. તેમણે તેમની આ ભારત મુલાકાતને અવિસ્મરણીય ગણાવી છે અને ત્રીજી ઔપચારિક સમિટ માટે વડાપ્રધાન મોદીને ચીન આવવા આમંત્રણ પણ આપ્યું છે.
આ બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે ૨૦૦૦ વર્ષથી ભારત અને ચીન આર્થિક શક્તિઓ પર આગળ વધ્યું છે. તેમણે કહ્યું કે બંને દેશ પરસ્પર મતભેદોને ઝઘડો બનવા દેશે નહીં. ત્યાં ચીની રાષ્ટ્રપતિએ કહ્યું કે આ મુલાકાતમાં ભારતની મહેમાનનવાજીથી તેઓ અભિભૂત છે. શી એ કહ્યું કે વુહાનની પહેલ ભારતે કરી હતી, જે સારી સાબિત થઇ રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લાં ૨૦૦૦ વર્ષોથી વધુ કાલખંડમાં ભારત અને ચીન દુનિયાની મુખ્ય આર્થિક શક્તિઓ હતી. હવે આ શતાબ્દીમાં અમે ફરીથી સાથે એ સ્થિતિને પ્રાપ્ત કરી રહ્યા છીએ. ગયા વર્ષે વુહાનમાં અમારી અનૌપચારિક બેઠકમાં અમારા સંબંધોમાં ગતિ આવી છે. બંને દેશોમાં રણનીતિક સંવાદ વધ્યો છે. અમે નક્કી કર્યું હતું કે અમે મતભેદોને પરસ્પર વાતચીતથી દૂર કરીસું અને વિવાદ બનવા દઇશું નહીં અને એકબીજાની ચિંતાઓના મામલામાં સંવેદનશીલ રહીશુ. અમારા સંબંધ વિશ્વમાં શાંતિ અને સ્થિરતાનું કારક હશે.
પીએમ મોદીએ કહ્યું કે ચેન્નાઇ સમિટમાં અત્યાર સુધી અમારી વચ્ચે દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ વિચાર વિનિમય થયો છે. વુહાન સ્પિરિટે અમારા સંબંધોને નવી ગતિ આપી છે. ચેન્નાઇ કનેક્ટથી બંને દેશોની વચ્ચે સહયોગનો એક નવો દોર શરૂ થશે.
પ્રતિનિધિમંડળની બેઠકમાં પીએમ મોદીની સાથે વિદેશ મંત્રી એસ.જયશંકરની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ સચિવ વિજય ગોખલે પણ હાજર રહ્યા હતા.
આની પહેલાં શુક્રવારના રોજ બંને નેતાઓની વચ્ચે ડિનર પર અંદાજે અઢી કલાક સુધી વાત થઇ હતી. વિદેશ સચિવ ગોખલે એ કહ્યું કે ડિનર પર વાતચીતમાં બંને નેતાઓએ એમ માન્યું કે ચીન અને ભારત વિવિધતાવાળા દેશ છે. બંને મોટા દેશ છે અને કટ્ટરતાને એક મોટા પડકાર તરીકે જોઇ રહ્યા છે. મોદી અને શી એ આ દરમ્યાન આતંકવાદની વિરૂદ્ધ એકજૂથ થઇને કામ કરવાની વાત પણ કહી જેથી કરીને બહુલવાદ સંસ્કૃતિ અને તમામ ધર્મોની સંયુકત વિરાસતને કટ્ટરતાથી નીકાળી શકાય.
ભારતના વિદેશ સચિવ વિજય ગોખલી બંને નેતાઓની શિખર વાર્તા બાદ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, બંને નેતાઓની વચ્ચેની વાતચીતમાં કાશ્મીર મુદ્દો ઉઠયો નથી. બંને દેશોએ આતંકવાદનો સાથે મળીને સામનો કરવાની વાત પર ભાર મુક્યો હતો. વિદેશ સચિવના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ શી જિનપિંગે કૈલાસ માનસરોવર જનારા શ્રદ્ધાળુઓ માટે વધારે સુવિધાઓ પુરી પાડવાની માંગણી કરી છે.
શી એ કહ્યું કે આ મહેમાનનવાજીથી ખૂબ અભિભૂત છું અને તેના માટે આ યાદગાર અનુભવ છે. શી એ કહ્યું કે ચીની મીડિયાએ બંને દેશોના સંબંધો પર ઘણું બધુ લખ્યું છે. શી એ પણ ગયા વર્ષની વુહાન બેઠકનો ઉલ્લેખ કર્યો અને તેની ક્રેડિટ પીએમ મોદીને આપી. શી એ કહ્યું કે વુહાનની પહેલ તમે કરી હતી અને તે ખૂબ જ સારી કોશિષ સાબિત થઇ રહી છે. ચીની રાષ્ટ્રપતિએ કહ્યું કે ચીન અને ભારત એકબીજાના અગત્યના પાડોશી છે. બંને દુનિયાના એકલા એવા દેશ છે જેમની વસતી એક અબજથી વધુ છે. કાલે અને આજે સવારે જેવું તમે કહ્યું કે અમારી દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાચતીત થઇ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY