વડોદરા,તા.૨૬
લોકસભાની ચૂંટણીમાં બે દિવસ અગાઉ યોજાયેલા મતદાનમાં મધ્ય ગુજરાતમાં વડોદરા ભરૂચ છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ એમ પાંચ બેઠક પર ૬૮ ટકાથી વધુ મતદાન થયું હતું.
આ વખતે ૫૧ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા. મધ્ય ગુજરાતમાં કુલ ૮૩ લાખ ૭૦ હજાર મતદારો છે જેમાંથી ૫૭ લાખ ૨૩ હજાર મતદારોએ વોટિંગ કર્યું હતું એટલે કે ૨૬ લાખ ૪૭ હજાર વોટર્સ મતદાન કરવા માટે બહાર નીકળ્યા નથી.
જે વોટિંગ થયું છે તેમાં ૨૬ લાખ ૯૫ હજાર મહિલાઓ અને ૩૦ લાખ ૨૮ હજાર પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. ૨૦૧૪માં મધ્ય ગુજરાતમાં ૫ બેઠક પર ૪૮ ઉમેદવાર ચૂંટણી લડતા હતા અને તે સમયે ૬૭ ટકાથી વધુ મતદાન થયું હતું.
૨૦૧૪માં ૭૫ લાખ ૭૫ હજાર મતદારોમાંથી ૫૧ લાખ ૨૯ હજાર મતદારોએ મતદાન કર્યું હતું અને ૨૪ લાખ ૪૯ હજાર લોકો મતદાન કરવા બહાર નીકળ્યા ન હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





