કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના મંદસૌરમાં થયેલી એક ખેડુત રેલીમાં કહ્યુ કે જો રાજ્યમાં તેમની પાર્ટીની સત્તા આવશે તો દસ દિવસની અંદર ખેડુતોનુ દેવુ માફ કરી દેવામાં આવશે. મંદસૌર ગોળીકાંડની વરસી પર આયોજિત આ રેલીમાં રાહુલ ગાંધીએ સત્તામાં આવતાની સાથે જ દેવામાફીની વાત કરીને એકવાર ફરી સ્પષ્ટતા કરી દીધી છે કે ખેડુતોને લઇને કોઇ નક્કર યોજના કોઇની પાસે નથી. તેમના નિવેદનથી સાબિતી મળી ગઇ છે કે ખેડુતોને લઇને તમામ રાજકીય પક્ષોની વિચારધારા એક સમાન છે. જે પાર્ટી વિપક્ષમાં હોય છે તે દેવા માફીની વાત કરે છે અને જે સત્તામાં હોય છે તે ખચકાટ અનુભવ કરે છે. સત્તા મળી ગયા બાદ એક મર્યાદા સુધી ચોક્કસરપણે દેવામાફી કરવામાં આવે છે. સાથે સાથે આના કારણે સરકારી ખજાના પર બોજ પડ્યો હોવાની વાતને લઇને રડ્યા રાખે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર દેશના માપદંડ પર કેટલાક રાજ્યોના સ્તર પર દેવા માફીની જાહેરાત કરવામાં આવી ચુકી છે. આના કારણે ખેડુતોની હાલતમાં કોઇ સુધારો થયો નથી. હકીકતમાં તેમની સતત વધતી જતી ગરીબીના કારણે સ્થિતીનો ઉકેલ લવાતો નથી. ખેડુતોની સમસ્યા તરફ કોઇ રાજકીય પાર્ટીએ ગંભીરતાથી ધ્યાન આપ્યુ નથી. જેથી સમસ્યા દિન પ્રતિદિન વધુને વધુ ગંભીર બનતી ગઇ છે. કોઇ પણ રાજકીય પક્ષ પાસે સમસ્યાનો ઉકેલ નથી. દેશમાં જે કૃષિ સંકટ છે તેને લઇને કોઇની પાસે કોઇ ઉકેલ નથી. એક એવા આર્થિક ક્ષેત્રને જેમાં ખર્ચ સતત વધી રહ્યા છે અને આવક ઘટી રહી છે તેવા ક્ષેત્રને દેવામાફીની બાબતથી ક્યાં સુધી બચાવી શકાશે. માફ કરવામા ંઆવેલી રકમ છેવટે તો રાજ્યોના ખજાના પર જાય છે. જેમાં કેટલાક તો આજે પોતાના કર્મચારીઓને પગાર ચુકવી દેવાની સ્થિતીમાં નથી. અસલ પડકાર તો ખેડુતોની આવક વધારી દેવા સાથે સંબંધિત છે. જેને લઇને કોઇ યોજના કોઇ રાજકીય પક્ષ પાસે નથી. ખેતી હવે દિન પ્રતિદિન નુકસાનના સૌદા તરીકે છે. ખેડુત તક મળતાની સાથે જ તેમાંથી બહાર નિકળી જવાના પ્રયાસ કરે છે. મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતો પર થયેલી ગોળીબારની ઘટનાની પ્રથમ વરસી પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આક્રમક દેખાયા હતા. મંદસોરમાં ખેડૂતોની રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ એક મોટુ વચન આપ્યું હતું. તેમણે મંચ પરથી એલાન કર્યું હતું કે, જે દિવસે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તેના ૧૦ દિવસની અંદર ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવશે. કાર્યક્રમ અગાઉ રાહુલ ગાંધી પોલીસ ગોળીબારમાં ગયા વર્ષે માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને મળ્યા હતા. રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર આવશે તો ગોળીબારમાં ભોગ બનેલા ખેડૂતોના પરિવારજનોને માત્ર ૧૦ દિવસની અંદર ન્યાય મળશે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઉદ્યોગપતિઓના લાખો કરોડોના દેવા માફ થઇ શકે છે પરંતુ ખેડૂતો ખેડૂતોનો એક રૂપિયો પણ માફ થતો નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, શિવરાજસિંહ સરકારમાં ખેડૂતોને માર્કેટમાં ચેક મળે છે અને બેંકમાં જવા પર લાંચ આપવામાં આવી રહી છે. તેમણે વચન આપ્યું હતું કે, કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને માર્કેટમાં જ પૈસા ચુકવવામાં આવશે. તેમણે દરેક જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ બનાવવા અને તેમાં સ્થાનિકોને રોજગારી આપવાનું પણ વચન આપ્યું હતું જેના મારફતે ચીનને ટક્કર આપી શકાશે. રાહુલે કહ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વચન આપ્યું હતું કે, પાકની પુરી કિંમત મળશે પરંતુ હજુ સુધી રકમ મળી રહી નથી. નરેન્દ્ર મોદીએ બે કરોડ યુવાનોને દરેક વર્ષે રોજગારી અને ૧૫ લાખ રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા કરાવવાનું પણ વચન આપ્યું હતું.યુવાનોને રોજગારી આપવાના બદલે દરેક જગ્યા પર ચીની વસ્તુઓનું વેચાણ થઇ રહ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મારુ સપના છે કે, જ્યારે ૫-૭ વર્ષ અમે અહીં આવીએ અને ફોન જોઇએ તો અમને ફોન પર મેડ ઇન મંદસોર લખેલું જાવા મળે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે,ભારતના બજારોમાં મેડ ઇન ચાઇનાની ભરમાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં જે ફોન છે તે પણ મેડ ઇન ચાઈના છે. બીજી તરફ ચાઈના જે ડોકલામમાં ઘુસે છે અને દેશને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે ત્યારે મોદીના મોંઢામાંથી એક શબ્દ પણ નિકળતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો મેહુલ ચોક્સીને
આભાર – નિહારીકા રવિયા મેહુલભાઈ કહે છે. નિરવભાઈ અને મેહુલભાઈને મોદી સાહેબે આપેલા ૩૦ હજાર કરોડ રૂપિયા લઇને ફરાર થઇ ગયા છે. રાહુલ ગાંધીએ દરેક રાજ્યમાં જે રીતે વાત કરે છે તેવી જ રીતે ફરી વાત કરી હતી. ખેડુતોની સમસ્યા કઇ રીતે ઉકલાશે તે અંગે તેમની પાસે કોઇ યોજના નથી. ખેડુતોના મુદ્દા પર મોટી વાત કરી રહ્યા છે પરંતુ મોદી સરકારના ચાર વર્ષના ગાળા પહેલા કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકારની છેલ્લા ૧૦ વર્ષ સુધી સરકાર હતી. એ વખતે કોઇ પગલા લેવામાં આવ્યા ન હતા. હવે જ્યારે વિરોધ પક્ષમાં છે ત્યારે દેવા માફીની જાહેરાતની વાત થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




