કુઆલાલુમ્પુર,તા.૬
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ મંગળવારે અહીં શરૂ થઈ રહેલી મલેશિયા માસ્ટર્સ સુપર ૫૦૦ ટૂર્નામેન્ટમાં સારા પ્રદર્શનની સાથે નવા વર્ષની સકારાત્મક શરૂઆત કરવાના ઈરાદાથી ઉતરશે. વિશ્વની છઠ્ઠા નંબરની ખેલાડી સિંધુએ પાછલા વર્ષે સ્વિત્ઝર્લેન્ડના બાલેસમાં વિશ્વ ચેમ્પિયનશિપ જીતી હતી. પરંતુ બાકી સિઝનમાં તે આશા પ્રમાણે પ્રદર્શન કરી શકી નથી અને ડિસેમ્બરમાં વિશ્વ ટૂર ફાઇનલ્સમાં પોતાના ટાઇટલનો બચાવ કરવામાં નિષ્ફળ રહી હતી.
ઓલિમ્પિકમાં હવે સાત મહિના કરતા ઓછો સમય બાકી છે અને સિંધુ પોતાની ખામીઓમાં સુધાર કરી ૪ લાખ ડોલર ઇનામી સ્પર્ધામાં મહિલા સિંગલ્સમાં પ્રભાવી પ્રદર્શન કરવા ઉતરશે. વર્લ્ડ નંબર-૬ સિંધુને પ્રથમ રાઉન્ડમાં રૂસની યેવગેનિયા કોસેત્સકાયાના રૂપમાં આસાન વિરોધી મળી છે પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં તેણે વિશ્વની નંબર એક ચીની તાઈપેની તાઈ ઝૂ યિંગ વિરુદ્ધ ટકરાય શકે છે. પાછલા વર્ષે ઈન્ડોનેશિયા માસ્ટર્સનું ટાઇટલ જીતનારી સાઇના નેહવાલને પ્રથમ રાઉન્ડમાં ક્વોલિફાયર વિરુદ્ધ રમવાનું છે.
પુરૂષ સિંગલ્સમાં કિદાંબી શ્રીકાંત પોતાની અભિયાનની શરૂઆત બીજા ક્રમાંકિત ચીની તાઇપેના ચાઉ ટિએન ચેન વિરુદ્ધ કરશે. બીડબ્લ્યૂએફ રેક્નિંગમાં ભારતનો સર્વશ્રેષ્ઠ પુરૂષ સિંગલ ખેલાડી બી સાઈ પ્રણીતે પ્રથમ રાઉન્ડમાં ડેનમાર્કના રાસમુસ ગેમ્કેનો સામનો કરવાનો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




