લખનઉ,તા.૧
સમાજવાદી પાર્ટી નેતા રામ ગોપાલ યાદવે ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં એસપી-બીએસપી ગઠબંધનના સંકેત આપ્યા છે. રામગોપાલે જણાવ્યુ હતુ કે, દરેક વ્યકતિ જાણે છે કે, મહાગઠબંધન બનવા જઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં એસપી અને બીએસપી સૌથી વધુ મહત્વના છે. અખિલેશ યાદવ અને માયાવતી નક્કી કરશે કે કોની સાથે મહાગઠબંધન કરવામાં આવશે.
ગોરખપુર અને ફૂલપુર લોકસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં BSPyu SP ઉમેદવારોને વોટ આપવાની અપીલ કરી. કૈરાના લોકસભા પેટાચૂંટણીમાં રાલોદ ઉમેદવારે SP-BSP અને કોંગ્રેસને સમર્થન આપ્યુ. ત્રણેય જગ્યાઓ પર ભાજપાને હાર મળી.
SP-BSP-RLD અથવા SP-BSP-Congress-RLDની વચ્ચે ગઠબંધન થઈ શકે છે. જો વિપક્ષી સાથે આવે તો ૨૦૧૪ની સ્થિતિ પ્રમાણે BJPને ૫૩ સીટોનુ નુકસાન થઈ શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




