સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરતાં આતંકીઓ ફરાર
શ્રીનગર,તા.૨૨
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેનાના આરઆર કેમ્પમાં ગુરૂવારે સવારે આતંકી હુમલો થયો. આ એટેકમાં એક સ્થાનિક નાગરિક ઘયાલ થયો છે. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી તેમ છતાં આતંકીઓ ભાગવામાં સફળ રહ્યાં છે.
મળતી માહિતી મુજબ ગુરૂવારે સવારે જમ્મુ કાશ્મીરના કુલગામમાં સ્કોસ્ટ રિસર્ચ સેન્ટર સ્થિત સેનાના કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. સિક્યોરિટી ફોર્સે તાત્કાલિક જવાબ કાર્યવાહી કરી હતી. જા કે તેમ છતાં હુમલો કર્યાં બાદ આતંકીઓ ભાગવામાં સફળ રહ્યાં છે. ત્યારે આતંકીઓની તલાશ માટે સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકીઓના આ હુમલામાં એક નાગરિક ઘાયલ થયો છે.
૧૭ નવેમ્બરે આતંકીઓએ કુલગામના એક શખ્સનું અપહરણ કરી તેની હત્યા કરી હતી. આતંકીઓને શંકા હતી કે તે સિક્યોરિટી ફોર્સને માહિતી પહોંચાડે છે.
મૃતકની ઓળખ કુલગામ જિલ્લાના મંઝગામનો રહેવાસી હુઝૈફ અશરફ તરીકે થઈ હતી, જે માત્ર ૧૯ જ વર્ષનો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





