સત્ય કહેવું બળવો છે તો સમજા હું પણ બળવાખોર છુ : શત્રુધ્નસિંહા

0
7

ટાચના નેતાઓ સાથે થઈ રહેલો વ્યવહાર અયોગ્ય છે
ન્યુ દિલ્હી,તા.૨૨
ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેતા કમ નેતા શત્રુધ્નસિંહાએ ફરીથી પોતાના બળવાખોર તેવર દર્શાવ્યા છે. પાર્ટીમાં રહીને પાર્ટીની ટીકા કરવાનું તો કોઈ પટનાસાહિબથી ભાજપના સાંસદ શત્રુધ્નસિંહાથી શીખે. ફરી એકવાર શત્રુધ્નસિંહાએ બળવાખોર તેવર દર્શાવતા કહ્યુ છે કે જા સત્ય કહેવું બળવો છે. સમજા હું પણ બળવાખોર છું.
શત્રુધ્નસિંહાએ ચિત્રકૂટ જિલ્લાના રામાયણ મેળા પરિસરમાં અપના દળના – કૃષ્ણા જૂથ દ્વારા આયોજીત કિસાન મહાસંમેલનમાં સંબોધન કર્યું હતું. કિસાન મહાસંમેલનમાં તેમણે કહ્યું છે કે ભાજપે હજી સુધી તેમને છોડ્યા નથી અને તેમણે પણ પાર્ટી છોડી નથી. પરંતુ પાર્ટીની અંદર ચાલી રહેલી બાબતો તેઓ પચાવી શક્યા નથી. ટોચના નેતાઓ સાથે થઈ રહેલો વ્યવહાર અયોગ્ય છે.
શત્રુધ્નસિંહાએ કહ્યું છે કે તઘલખી ફરમાનની જેમ કરવામાં આવેલી નોટબંધીથી સામાન્ય અને વિશેષ એમ તમામ પ્રકારના લોકોની હેરાનગતિ થઈ હતી. વેપારીઓનો કારોબાર ચોપટ થયો અને મોંઘવારી પોતાની ચરમસીમા પર છે. તેમણે કહ્યું છે કે તેઓ આવી બાબતોને જાહેરહિતમાં ઉઠાવે છે. તો તેમને બળવાખોર માનવામાં આવે છે. જા સાચું કહેવું બળવો હોય. તો તેઓ પણ બળવાખોર છે.
જાહેરસભા બાદ પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો કે શું આગામી લોકસભા ચૂંટણી તેઓ ફરીથી ભાજપની ટિકિટ પર લડશે. તો તેના જવાબમાં શત્રુધ્નસિંહાએ પોતાનો જાણીતો ડાયલોગ દોહરાવતા બસ ખામોશ કહીને વધુ જવાબ આપવાનું ટાળ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY