કુલગામ-શોપિયામાં આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીને ધમકીભર્યા પોસ્ટર લગાવ્યા

0
87

કુલગામ,તા.૮
જમ્મૂ-કશ્મીરના કુલગામ અને શોપિયાં જિલ્લામાં આતંકી સંગઠન હિજબુલ મુઝાહિદ્દીને ધમકીભર્યા પોસ્ટર્સ લગાવ્યા છે. આ પોસ્ટર્સમાં આતંકીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ સુરક્ષાબળને માહિતી ન આપે.
આ પોસ્ટર્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોમ્બઈ, કાકરણ, પારિવન, ટંગબલ, ચંટકી ગામમાંથી સુરક્ષાબળોને માહિતી અપાતી હોવાની વાત સામે આવી છે. એટલું જ નહીં આતંકીઓએ ર્જીઁંને પણ નોકરી છોડીને અન્ય વ્યવસાય કરવાની ધમકી આપી છે.
ઉપરાંત લોકોને એવી અપીલ કરી છે કે તેઓએ પોતાના બાગમાં લગાવેલા કાંટાળા તાર હટાવીની પણ અપીલ કરી છે જેથી તેઓને નુકસાન ન પહોંચે. મહત્વની વાત છે કે આ પોસ્ટર્સ પર અબૂ ઉમર ડિસ્ટ્રીક્ટ કમાંડર કુલગામ અને અબૂ માઝ ડિપ્ટી કમાંડર કુલગામની મહોર પણ છે.
જા કે, આ મામલે હજુ સુધી પોલીસનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. એટલું જ નહીં પણ ઓપરેશન કમાંડર હમ્માદ ખાને પણ એક ધમકીભરી ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વહેતી કરી છે. જેની સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY