ઉ.યુરોપના એસ્ટોનિયામાં યુદ્ધવિમાનમાંથી અચાનક મિસાઈલ લોન્ચ થઈ…!!

0
42

લંડન,તા.૮
ઉત્તર યુરોપના એસ્ટોનિયામાં એક યુદ્ધવિમાનમાંથી અચાનક મિસાઈલ લોન્ચ થઈ ગઈ હતી. જેના કારણે એસ્ટોનિયાની સૈન્ય ગતિવિધિઓ દરમિયાન દોડધામ મચી હતી. આ યુદ્ધવિમાન સ્પેનિશ હતું અને તે પ્રેક્ટિસ કરી રહ્યું હતું.
એસ્ટોનિયાની સેનાએ જણાવ્યું છે કે આ સ્પેનિશ ફાઈટર પ્લેન જ્યારે કવાયત કરી રહ્યું હતું. ત્યારે એક બેલેસ્ટિક મિસાઈલ તેના હવાઈ ક્ષેત્રમાં લોન્ચ થઈ ગઈ હતી. જા કે સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ નુકસાન થયું નથી.
આ ફાઈટર પ્લેન એર પોલિસિંગનો હિસ્સો હતું અને મંગળવારે બપોરે એસ્ટોનિયાના દક્ષિણી ભાગમાં આવેલા ક્ષેત્રમાં કવાયત કરી રહ્યું હતું. જણાવવામાં આવે છે કે મિસાઈલમાં લગભગ ૧૦ કિલોગ્રામ વિસ્ફોટક પદાર્થ હતો અને આખરી સમયમાં તે ઉત્તરમાં આવેલા ટાર્ટૂ શહેરથી ચાલીસ કિલોમીટર દૂર ટ્રેસ થયું હતું.
જા કે આ મિસાઈલમાં દુર્ઘટના દરમિયાન ઓટોમેટિકલી ધ્વસ્ત થવાની સિસ્ટમ પણ છે. પરંતુ જણાવવામાં આવે છે કે આ મિસાઈલ જમીન સુધી ગઈ હતી. આ દુર્ઘટના બાદ એસ્ટોનિયાના વડાપ્રધાને ફેસબુક પર લખ્યું છે કે ઈશ્વરની કૃપા છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જા કે તેમણે આ દુર્ઘટનાને બેહદ ખેદજનક ગણાવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY