ભારતીય પોસ્ટ સેવાઓનો વ્યાપ વધારતા પોસ્ટ વિભાગે આપકા બેન્ક, આપકે દ્વારના અભિગમ સાથે પારદર્શક અને સુરક્ષિત બેન્કિંગ સેવાઓની શરૂઆત કરવાની દિશામાં આગેકૂચ આરંભી છે.
ગ્રામીણ પ્રજાજનોને શૂન્ય બેલેન્સથી, ધરઆંગણે જ સુરક્ષિત, અને પારદર્શક બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે શરૂ થઇ રહેલી પોસ્ટની બેન્કિંગ સેવાઓનો શુભારંભ કાર્યક્રમ, આગામી તા.૧લી સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ બપોરે રઃ૩૦ વાગ્યે, આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત કરાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર શરૂઆતના તબક્કામાં આહવા સહિત ગલકુંડ, ગાઢવી, લીંગા, મહાલપાડા જેવા ગ્રામીણ વિસ્તારના પ્રજાજનોને તેમના ધરઆંગણે જ બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે, જ્યારે આગામી દિવસોમાં તબક્કાવાર સમગ્ર જિલ્લાને આવરી લેવાનું આયોજન હાથ ધરાયુ છે. બેન્કિંગ સેવાઓના સરળીકરણ સાથે સુરક્ષિત અને સરળ રીતે ગ્રામીણ પ્રજાજનોના નાણાંકિય વ્યવહારો માટેની આ સેવા, ગ્રામ્ય પ્રજાજનો માટે આશીર્વાદરૂપ બની રહેશે. ઉલ્લેખનિય છે કે, આહવા પોસ્ટઓફિસની બેન્કિંગ સેવાઓના શુભારંભ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નરેશભાઇ ગવળી ઉપસ્થિત રહેશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



