વામન મેશ્રામની ધરપકડના વિરોધમાં કચ્છ જિલ્લામાં જેલભરો આંદોલન યોજાયુ

0
605

કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથકે બહુજન ક્રાંતિ મોરચા દ્વારા જેલભરો આંદોલન અને ધરણાનો કાર્યક્રમ યોજાયો

ભુજ: બામસેફના અગ્રણીની ધરપકડના વિરોધમાં કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં જેલ ભરો આંદોલન સાથે ધરણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગઈકાલે કચ્છમાં માંડવી, રાપર,નલિયા,નખત્રાણા,ગાંધીધામ વગેરે તાલુકા મથક પર અને ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યકર્તાઓએ કાનૂનનો સવિનય ભંગ કરી ધરપકડ વહોરી હતી. દરમિયાનમાં આજરોજ બહુજન ક્રાંતિ મોરચા નેજા હેઠળ ધરણાનો નો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર જિલ્લાના તાલુકા મથક આ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પ્રશાસન તાત્કાલિક અસરથી બામસેફના અગ્રણી વામન મેશ્રામની મુક્તિ માટે બુલંદ માંગ કરવામાં આવી છે.

કચ્છના મુન્દ્રા તાલુકામાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ગઇકાલે પૂર્વ આયોજિત પરિવર્તન યાત્રાનો ગુજરાત રાજ્યના સમાપન રેલીને પોલીસ તંત્રને આગળ કરી કહેવાતી મનુવાદી રાજ્ય સરકાર દ્વારા આ રેલીની મંજૂરી રદ કરવામાં આવતા રાજયના તમામ તાલુકાઓમાં જેલભરો આંદોલનનું આહવાન કરવામાં આવેલ છે. ભારતીય સંવિધાન ની આર્ટીકલ ૧૯નું ઉલ્લંઘન પોલીસ પ્રશાસન અને સરકાર દ્વારા કરવામાં આવતા ભારતીય સવીધાનને આપેલા હકો અને અધિકારને બચાવવા માટે મુન્દ્રા તાલુકાના બહુજન ક્રાંતિ મોરચા યુનિટ દ્વારા પણ જેલ ભરો આંદોલન સંપૂર્ણ ટેકો આપીને આજે જેલભરો આંદોલન કરવામાં આવેલ. જેમાં આશરે મુન્દ્રા તાલુકાના બધા ગામડાના કાર્યકર્તાઓ જેલભરો આંદોલનમાં ભાગ લીધો હતો પોલીસ સ્ટાફ અને પીએસઆઇ ચુડાસમાનો ખૂબ સહયોગ આપવામાં આવેલ છે.

કચ્છનામાંડવી,રાપર,નલિયા,નખત્રાણા,ગાંધીધામ વગેરે તાલુકા મથકે જેલ ભરો આંદોલનને સંપૂર્ણ ટેકો આપીને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

ગૌતમ બુચિયા
http://Tel:9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY