ભુજ એલસીબીએ નાઈટ પેટ્રોલિંગમાં ભુજના કેમ્પ વિસ્તારમાંથી દારૂ પકડી પાડ્યો

0
834

ભુજ કચ્છ: ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા.

પેટ્રોલીંગ દરમયાન કેમ્પ ચોકી પાસે આવતાં ખાનગી રાહે બાતમી મળેલ કે, અજય શંભુગર ગોસ્વામી, રહે.કુંભારવાડી મસ્જિદની બાજુમાં, ભુજવાળો પોતાના કબ્જાનાં મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેંચાણ કરે છે, અને હાલે તેની આ પ્રવૃતિ ચાલુમાં હોય તેવી ભરોસાપાત્ર હકીકત મળતાં તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યા અજય શંભુગર ગૌસ્વામીના મકાને આવી રેડ કરતા સફેદ કલરના અલગ–અલગ પુંઠાના બોક્સમાં રોયલ સિક્રેટ વ્હીસ્કીની પ્લાસ્ટિકની ૭૫૦ એમ.એલ.ની કંમ્પની શીલબંધ બોટલ નંગ-૪૪ તથા ખાખી કલરના બે પુંઠાના બોકસમાં લોર્ડસ બ્લેન્ડેડ વ્હીસ્કી કાંચની ૭૫૦ એમ.એલ.ની કંમ્પની શીલબંધ બોટલ નંગ-૨૪ એમ કાંચ અને પ્લાસ્ટીકની કુલ બોટલો નંગ-૬૮, કિ.રૂા.૨૩,૮૦૦/- નો પ્રોહિનો મુદામાલ મળી આવતા આરોપી અજય શંભુગર ગૌસ્વામી, રહે.કુંભારવાડી મસ્જીદની બાજુમાં, કેમ્પ એરીયા, ભુજ વાળા વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરી ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૭

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY