પરીક્ષિતા રાઠોડ SP પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી આગામી સમયમા લોકસભાની ચુંટણી યોજનાર હોય જે શાંતિપુર્ણ યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો પર પાસા તળે અટકાયતી પગલા લેવા સુચના માટે ડી.બી.પરમાર પીઆઈ એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેકટર, કચ્છ-ભુજને મોકલાવતા કલેકટર કચ્છ.-ભુજ દ્વારા પાસા દરખાસ્તા મંજુર કરી વોરન્ટો ઇશ્યુ કરતા નીચે જણાવેલ ઇસમોને પાસા તળે અટક કરી હુકમ મુજબ જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે.
૧)શક્તિસિંહ સુખદેવસિંહ જાડેજા, રહે. વર્ષામેડી, તા.અંજાર – સાબરમતી જેલ અમદાવાદ ૨)હરિસિંહ જોરૂભા વાધેલા, મૂળ રહે. કીડીયાનગર, તા.રાપર હાલે દબડા, તા.અંજાર – મધ્યસ્થ જેલ વડોદરા
આ કામગીરીમાં એમ.એસ.રાણા પીએસઆઈ, એ.પી.જાડેજા પીએસઆઈ તથા એલ.સી.બી. સ્ટાફનાં પ્રવિણસિંહ પલાસ, હરપાલસિંહ જાડેજા, દલસીંગભાઇ કાનાણી, લક્ષ્મેણભાઇ આહિર, કમલેશભાઇ ઓઝા,પ્રહલાદસિંહ ચુડાસમા,પુષ્પરાજસિંહ ગોહિલ, દેવરાજભાઇ આહિર,બલભદ્રસિંહ જાડેજા, હેતુભા ભાટી જોડાયેલ હતા.
ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૭
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



