કારમાં સવાર ૪ લોકો માંડ-માંડ બચ્યા
આગ્રા,તા.૧
ઉત્તરપ્રદેશમાં બુધવારે આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વેની સર્વિસ લેન ૫૦ ફૂટ ઊંડે ધસી ગઇ. તેની ઝપટમાં એક કાર આવી ગઇ. કારમાં સવાર ૪ લોકો માંડ-માંડ બચી ગયા. અકસ્માત આગ્રાના ડૌકી વિસ્તારમાં વાજિદપુર પુલ પર થયો. આ એક્સપ્રેસ-વે અખિલેશ યાદવ સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. તેને ઉદ્ઘાટન દરમિયાન અહીંયા ફાઇટર પ્લેનને ઉતારવામાં આવ્યું હતું.
પોલીસે જણાવ્યું કે રચિત પોતાના સંબંધીઓ સાથે મુંબઈથી સેકન્ડ હેન્ડ ઇંડીવર કાર ખરીદીને કન્નૌજ જઇ રહ્યો હતો. રચિતે જણાવ્યું, “હું ગૂગલ મેપની મદદથી ગાડી ડ્રાઇવ કરી રહ્યો હતો. વચ્ચે નેટવર્ક ફેઇલ થવાને કારણે સર્વિસ લેન પર આવી ગયો. સર્વિસ લેન પર ખાડો દેખાયો તો મેં બ્રેક મારી. સ્પીડ વધુ હોવાને કાણે કાર ખાડા સુધી આવી ગઇ અને ત્યારે જ કારની નીચેની જમીન ધસી પડી. અમે કાર સહિત ૫૦ ફૂટ નીચે પડ્યા.”
લખનઉ-આગ્રા હાઈવેને ૨૨ મહિનાના રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવ્યો હતો. ૧૩,૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


