ભુજ :પશ્ચિમ કચ્છ એલ.સી.બી ઇન્ચાર્જ પી.આઈ. એમ.બી.ઔસુરા સાથે સ્ટાફના કર્મચારીઓ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન પ્રાગપર ચોકડી પાસે આવતા બાતમી મળી હતી કે, મહીપતસિંહ વાધેલા, રહે. હાલે મુંદરા, તથા અનિલસિંહ જાડેજા, રહે.દરશડી, તાલુકો માંડવી વાળાઓ માંડવી- મુંદરા હાઇવે પર દેશલપર થી સિરાચાના રસ્તા પાસે નર્મદા કેનાલ પુલીયા આગળનાં રસ્તા પાસે બાવળની ઝાડીમાં ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂનુ કટીંગ કરે છે, તે આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા બે ઇસમો હાજર મળી આવતા જેનુ નામ પુછતા ૧.કારૂભા નારસંગજી ચૌહાણ, તથા ર.ચેતનસિંહ નારસંગજી ચૌહાણ, રહે. બંન્ને દેશલપર(કંઠી), તાલુકો મુંદરા વાળા હોવાનું જણાવતા બંને ઇસમોને સાથે રાખી તપાસ કરતા કેસીનોસ પ્રાઇડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની. કાચની શીલબંધ બોટલો નંગ. ૧૦૨૦, કિંમત રૂા.૩,૫૭,૦૦૦/- દારૂ તથા દારૂની હેર ફેર માટે ઉપયોગ કરેલ અશોક લેયલન કંપનીનનો લોડીંગ ટેમ્પો નં.જી.જે.૧૮-ઝેડ-૭૫૪૧ કિંમત રૂા.૩,૦૦,૦૦૦/- તથા હોન્ડા કંપનીનું પેસન પ્રો મોડલનું નંબર વગરનું બાઇક કિંમત રૂા.૧૫,૦૦૦/- મળી કુલ્લ કિંમત રૂા.૬,૭૨,૦૦૦/- નો મુદામાલ જપ્ત કરાયો હતો આરોપીઓને આ દારૂના જથ્થા બાબતે પુછપરછ કરતા આ દારૂનો જથ્થો મહીપતસિંહ વાધેલા રહે. હાલે મુંદરા, તથા અનિલસિંહ જાડેજા, રહે.દરશડી, તાલુકો માંડવી વાળા સાથે મળીને ટેમ્પામાં આપવા આવ્યા હતાં અને પોલીસને જોઈ બન્ને નાશી ગયાં હતાં ૧. કારૂભા નારસંગજી ચૌહાણ, ર. ચેતનસિંહ નારસંગજી ચૌહાણ, રહે. બંન્ને દેશલપર(કંઠી), તાલુકો મુંદરા, વાળા રેઇડ દરમ્યાન પોલીસે ઝડપી લીધા હતાં. અને ૩. મહીપતસિંહ વાધેલા, ૪. અનિલસિંહ જાડેજા, પોલીસ રેઇડ દરમ્યાન નાસી જતા આ ચાર આરોપીઓ વિરૂધ્ધ મુંદરા પોલીસ મથકે કાર્યવાહી કરી ફરીયાદ દાખલ કરવામાં આવી છે આ કામગીરીમાં પોલીસ કર્મચારીઓ વાલાભાઈ આહીર, વિજયભાઈ આહીર, સંજયભાઈ ગઢવી, વિજય ડાંગર જોડાયા હતા.
પત્રકાર ગૌતમ બુચિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



