સુરત, તા.૧૧
સ્મીમેર હોસ્પિટલમાં માહે મે ૨૦૧૯ દરમ્યાન ૪૫૪૩ ઈન્ડોર તથા ૫૨૦૮૧ આઉટડોર પેશન્ટોને સારવાર આપવામાં આવી હતી. ૨૧૧૪ નાના તથા ૭૩૩ મોટા ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા. ૧૩૦૯૬ એક્ષ રે પાડવામાં આવ્યા હતા. ટી.બી.ના નવા ૧૫૫૧ અને જુના ૧૬૯૧ દર્દીઓ સહિત કુલ ૩૨૪૨ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. દાંતના રોગો માટે કુલ ૧૪૭૭ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ફીઝીયોતેરાપી વિભાગમાં કુલ ૧૩૬૮ તથા આંખ વિભાગમાં ૨૮૧૫ આઉટડોર દર્દીઓ નોંધાયા હતા. લેબોરેટરી વિભાગમાં કુલ ૧૭૮૮૩ દર્દીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોએ આરોગ્યલક્ષી સેવાનો સારો એવો લાભ મેળવી રહ્ના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




