રો- રો ફેરી બંધ, વાયુ વાવાઝોડાને પગલે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી
કચ્છ,તા.૧૭
વાયુ વાવાઝોડોના ખતરો ગુજરાત પરથી હટી ગયો હતો, પરંતુ વાયુ વાવાઝોડાએ હવે યુ ટર્ન મારીને ફરી એકવાર ગુજરાત તરફ આવી રહ્યું છે. ભલે તેની તીવ્રતા ઘટી રહી છે. પરંતુ હજુપણ ખતરો કચ્છ પર તોળાઈ રહ્યો છે. વાયુ વાવાઝોડાની અસર કચ્છમાં જોવા મળી રહી. કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો.
કચ્છના અબડાસા, માંડવી અને ભુજ સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો. વાયુની અસર કચ્છના પીગલેશ્વરનાં દરિયામાં જાવા મળી હતી. ભારે પવનોના કારણે દરિયામાં કરંટ જાવા મળ્યો હતો. હાલ દરિયામાં ઉંચા મોઝા ઉછળ્યા. પોરબંદર બંદર પર ૩ નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે, અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં વાયુ વાવાઝોડાને કરાણે કચ્છ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ ૬૦થી ૭૦ કિમી પ્રતિ કલાકની રહેશે.
વાયુ વાવાઝોડા શકીયતા લઈને કચ્છનું વહીવટી તંત્ર સાબદું બન્યું છે. પાંચ એનડીઆરએફ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને જરૂર જણાય તો દરિયાકાઢા વિસ્તાર ગામના લોકોનું સ્થળાંતર માટેની તમામ તેયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. વાયુ વાવાઝોડા લઈને વહીવટી તંત્ર અને ડીઝાસ્ટર વિભાગ સંપૂર્ણ સજ્જ છે.
વાયુ વાવાઝોડુ લખપત-માંડવી વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. અત્યારે વાવઝોડું દ્વારકાથી દક્ષિણ પશ્ચિમમાં ૪૪૦ કિલોમીટર દૂર છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ભુજથી દક્ષિણ પશ્ચિમમાં ૫૮૦ કિલોમીટર દૂર છે. વાયુ વાવાઝોડું સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈ કચ્છના દરિયાકાંઠે ટકરાવાનું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાયુ વરસાદ તાણી લાવશે.
વેરાવળ નજીક પણ ૩ નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ બિચથી પ્રવાસીઓ અને રહેવાસીઓને દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. દરિયામાં કરંટને પગલે રો રો ફેરી બંધ કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું છે. જિલ્લા વહીવટી તંત્રએ આગોતરા આયોજન મુજબ આવનારી મુસીબતને પહોંચી વળવા માટે એનડીઆરએફની ત્રણ ટીમો ઉતારી છે. એનડીઆરએફની ત્રણ ટીમોમાં કુલ ૩૩ જવાનો ઉતારવામાં આવ્યા છે. ભારે વરસાદ અને વાવાઝોડાની મુસીબતને પહોંચી વળવા માટે એનડીઆરએફ ટીમના જવાનો લાઇફ જેકેટ, બોટ, વુડન કટર તેમજ ડિઝાસ્ટરને લગતા જુદા જુદા સાધનો સાથે પાલનપુરમાં ત્રણ દિવસ માટે રોકાણ કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


