મોર્ડન યુગમાં પણ સુભાષનગરમાં પ્રાચીનતમ ગરબા એ રંગ જમાવ્યો
કચ્છ : ગાંધીધામ શહેરમાં નવરાત્રિ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે માં અંબાની આરાધના અને નગરજનો અને ઉત્સાહ અને ખંતથી કરતા જોવા મળી રહ્યા છે શહેરમાં મોહલ્લામાં શેરીઓમાં સોસાયટી માં કોમન પ્લોટ માં પરંપરાગત ગરબીઓ નું ભવ્ય આયોજન જોવા મળી રહ્યું છે જ્યાં બાળાઓ ગરબે ધુમે છે, ત્યારે ગાંધીધામમાં પ્રાચીન ગરબીઓ નો દબદબો શહેરના સુભાષનગર ના લોકો એ યથાવત રાખ્યો છે, શેરી ગરબાની તેને અાગ્વી શૈલીને અહીના લોકોએ દર વર્ષની જેમ જાળવી રાખીને મોર્ડન યુગમાં પણ સુભાષનગરમાં પ્રાચીનતમ ગરબાએ રંગત જમાવીછે છેલ્લા કેટલાક વર્ષથી ચાલી આવતી પરંમપરા ને સુભાષનગર નગરના લોકોએ આ વખતે જાળવી રાખી હતી,દર વખત દર વર્ષ ની જેમ આ વખતે પણ નવરાત્રિ દરમિયાન હંમેશા ગરબાની રમઝટ ,વેશભુષા, રાસોત્સવ, બાળો, મહિલાઓ અને બાળકો દ્વારા વિવિધ ગરબા રાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.તેમજ બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામો પણ આપ્યા હતા, વ્યવસાયિક ગરબા પાર્ટી પ્લોટ ના ગરબા કલ્ચર વચ્ચે આજે પણ ગાંધીધામમાં શેરી ગરબાનો દબદબો યથાવત જોવા મળી રહયો હોવાનો નુમુનો સુભાષનગરના લોકો એ આપ્યો છે, નવરાત્રિ મહોત્સવમાં મહીલાઓ બાળોઓ વગેરે ટેડીશનલ ડેસમાં ઝુમી ઉઠયા હતા. નવરાત્રિ મહોત્સવ ને સફળ બનાવા માટે સુભાષનગર મિત્રમંડળના ભાઈઓ એ ભારે જહેમત ઉઠાવી હતી,
એમ, જી, દવે ગાંધીધામ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



