સ્ટેચ્યુ નજીક બેફામ ચાલતી બસોના અકસ્માતોમાં રસ્તે રખડતા પશુઓ જવાબદાર હોવાનું તારણ

0
131

નર્મદા નિગમ હવે પશુ સમિતિ બનાવી ઢોર ડબ્બો પણ બનાવશે

કેવડિયા પંચાયત અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ડબ્બા દ્વારા 25 જેટલા પશુઓ પકડ્યા : પશુ માલિકો ને દંડ કરાશે

રાજપીપળા : નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તાજેતર માં જ બસોના અકસ્માતને લઈને તંત્ર  ચિંતામાં છે. જોકે કોઈ જાનહાની નથી થઇ પરંતુ એક યુવતી એ પોતાનો હાથ ગુમાવ્યો અને કાયમી ખોટ રહી ગઈ, હવે બસોના ડ્રાઈવરો ઝડપી બસો ચલાવે છે એ વાત સાચી પણ રસ્તામાં પશુઓ પણ દોડતા હોવાની ફરિયાદને લઈને હાલ જાહેર માર્ગ પર રખડતા પશુઓને  હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં નર્મદા નિગમ અને સ્થાનિક તંત્ર દ્વારા કેવડિયા ગ્રામ પંચાતયને કામગીરી સોંપી આ કામ માટે એક પશુ સમિતિ બનાવી જેમને આખા વર્ષ દરમયાન આજ કામગીરી કરવાની છે કે રખડતા પશુઓને પાંજરે પુરી ઢોર ડબ્બામાં મૂકવા,માટે  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ટિમ ને સ્પેસીયલ બોલાવવામાં આવી અને એક દિવસમાં અભિયાન ચલાવી 25 જેટલા પશુઓ પકડ્યા આ પશુઓને હાલ કેવડિયા ખાતે રાખવામાં આવ્યા છે. અને જેના માલિકોને શોધી દંડ કરવામાં આવશે.

સ્ટેચ્યુ પર રોજના હજારો પ્રવાસીઓ આવે છે અને જાહેર માર્ગમાં ગાય વાછરડા છુટ્ટા ફરે છે, પ્રવાસીઓને અકસ્માત થાય તો કોઈનું જીવ જોખમાય એ હિસાબે તાજેતમ માં વહીવટદાર દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતોને સૂચના આપી વડોદરા મહાનગરપાલિકાની ટિમ બોલાવી  કેવડિયા કોલોની થી સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડ પર જોવા મળતા ગાય વાછરડા પકડવાની કામગીરી કરવામાં આવી સવાર થી સાંજ સુધી 25 જેટલા પાલતુ જાનવરો પકડી પાંજરે પૂરતા ગામ લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી.

સ્થાનિકોનું કહેવું છે કે તેઓ આ વિસ્તારના છે અને વર્ષોથી રહે છે ત્યારે તંત્ર દ્વારા હાલમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે ખરેખર સાંજે આ તમામ પશુઓ જંગલમાં ચારણ કરીને આવે છે. ખેતરોમાં થી આવે છે. માણસો તો માણસો પશુઓ સાથે પણ તંત્ર નિર્દયી વ્યવહાર કરે છે તેમ કહી સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ, મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY