જખૌનાં દરિયામાંથી ૧૭૫ કરોડનાં ડ્રગ્સ સાથે ૫ પાકિસ્તાની માફિયાની ધરપકડ

0
17

કચ્છ,તા.૬
ઉડતા ગુજરાત બનાવવાના પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જખૌના દરિયામાં પાકિસ્તાની બોટમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. બોટમાંથી ૩૫ જેટલાં ડ્રગ્સના પેકેટ ઝડપાયા છે. આ જથ્થાની કિંમત અંદાજે રૂ.૧૭૫ કરોડની આંકવામાં આવી રહી છે. આ ડ્રગ્સ હેરોઈનનો જથ્થો હોવાનું મનાઈ રહ્યું છે.
આ ડ્રગ્સનો જથ્થો કરાચીથી દિલ્હી પહોંચાડવાનો હતો. પાકિસ્તાની બોટ સાથે ૫ પાકિસ્તાની ડ્રગ્સ માફિયા ઝડપાયા છે. ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં ડ્રગ્સના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાની બોટ દ્વારા નશાકારક દ્રવ્યોની ડિલિવરી કરવામાં આવશે તેવી બાતમીના આધારે આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત પોલીસને આ અંગે બાતમી મળી હતી કે, પાકિસ્તાનના પાંચ ઈસમો કરાચીથી માછીમારીની બોટમાં ડ્રગ્સનો મોટો જથ્થો લઈ જવાના છે. આ બાતમીના આધારે ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજીએ સાથે મળી આ ઓપરેશન પાર પાડયું હતુ અને વોચ ગોઠવીને જખૌના મધદરિયેથી આ પાકિસ્તાની બોટ સાથે કરોડોના ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો હતો.
આમ જખૌ દરિયામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડવામાં ગુજરાત પોલીસને બહુ મોટી સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે, જખૌ દરિયો ડ્રગ્સની હેરાફેરી કરવા માટે સ્વર્ગ સમાન બની ગયું છે અને અવાર નવાર જખૌ દરમિયામાંથી કોસ્ટગાર્ડ અને પોલીસને કરોડોની કિંમતના ડ્રગ્સનો જથ્થો પકડાઈ છે. અગાઉ ગત વર્ષે મે મહિનામાં જખૌ દરિયામાંથી ૧૦૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું.
માછીમારી બોટમાં કરાંચીના ૫ ઈસમો ગેરકાયદેસર રીતે અંદાજીત કિંમત રૂ. ૧૭૫ કરોડના નાર્કોટિક્સના ૩૬ પેકેટ પકડી પાડયા હતા. ડ્રગ્સના કન્સાઈન્ટમેન્ટને ઈરાની સીમા પશનીથી લેવામાં આવ્યું હતું અને ગુજરાતમાં ડિલીવરી કરવાનું હોવાનું સામે આવ્યું છે. બાતમીને આધારે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. જો કે આ ડ્રગ્સને ગુજરાતમાંથી વિદેશ મોકલવાનું આયોજન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ડ્રગ્સનો રિસીવર જખૌનો જ હતો
આ અંગે અન્ય એક ખુલાસો પણ થયો છે કે, હુસૈન બુલેચીએ ડિસેમ્બર મહિનામાં પણ આ ડ્રગ્સ મોકલ્યું હતું. પરંતુ જખૌથી તેને લેવા માટે કોઇ રિસીવર આવ્યો ન હતો. જેના કારણે તે પાછું ગયું હતું. જે બાદ તેને પાકિસ્તાની ક્રિકમાં છુપાવવામાં આવ્યું હતું. ફરીથી અફધાનનાં વ્યક્તિ સાથે સંપર્ક કરીને આ રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં ફરથી આ ડ્રગ્સને જખૌ લાવવાનું હતું. અહીંથી જખૌનો એક માછીમાર તેને રિસીવ કરવાનો હતો. આ ડ્રગનાં રિસીવરની પણ ઓળખ થઇ ગઇ છે. તેને આ કામ માટે ૫૦થી ૭૦ લાખ રૂપિયા મળવાનાં હતાં. જખૌનો આ રિસીવર ડ્રગ્સ લઇને દિલ્હીનાં અફઘાન વ્યક્તિને આપવાનું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY