૧૧મી જાન્યુઆરીએ કચ્છ ઘોરડોમાં આંતરાષ્ટ્રીય પતંગબાજો પેચ લડાવશે

0
31

કચ્છ,તા.૮
રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ તબક્કાવાર રીતે કરવામાં આવી રહ્યો છે. જેમાં ૭મી જાન્યુઆરી અમદાવાદ, ૮ જાન્યુઆરીએ રાજકોટ અને વડોદરા ખાતે પતંગ ઉત્સવ યોજાશે જ્યારે ૯મી જાન્યુઆરીએ પોરબંદર અને કેવડિયા કોલોની ખાતે યોજાશે અને ત્યાર બાદ ૧૧મી જાન્યુઆરી કચ્છ ઘોરડો અને સાપુતારા ખાતે યોજાશે. ઉપરાંત ૧૨મી જાન્યુઆરી એ ઉત્તર ગુજરાત ના મહેસાણા ખાતે યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આયોજીત આ મહિતસવમાં તમામ સ્થળોએ થીમ પેવેલિયન, રંગા રંગ કાર્યક્રમ, થીમ બેઝ સ્ટોલ, અને સંકૃતિક કલચરલ કાર્યક્રમો માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ૭થી ૧૪ જાન્યુઆરી દરમ્યાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામા આવ્યુ છે. જેમા સૌરાષ્ટ્રના રાજકોટ પોરબંદર અને જામકંડોળા સહિ કચ્છના ઘોરડોનોપણ સમાવેશ થાય છે
ધોરડો ખાતે આગામી ૧૧મી જાન્યુઆરીએ યોજાનારા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધોરડોમાં દેશ-વિદેશનાં ૮૦થી વધુ પતંગબાજો જોડાવાનાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY