હારનારા લોકો પીડીપી ચલાવી રહ્યા છે,પાર્ટી ધારાસભ્યોનું સન્માન નથી કરતી

0
75

શ્રીનગર,તા.૬
જમ્મુ-કાશ્મીરમાં સત્તાની બહાર થયા બાદ મહબૂબા મુફ્તીની પીપ્લ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (પીડીપી)માં બળવાખોરોની સંખ્યા વધતી જાય છે. બારામૂલાના ધારાસભ્ય જાવેદ હસન બેગે શુક્રવારે કહ્યુ કે પાર્ટી પોતાના ધારાસભ્યોનું સન્માન નથી કરી રહી. હારનારા લોકો પીડીપી ચલાવી રહ્યા છે. રિપોર્ટ મુજબ, તેઓએ બેગે કÌšં કે લીડરશિપ ધારાસભ્યોને મહત્વ નથી આપતા અને આ આ પાર્ટી માટે મેં મારા જીવનના ૨૦ વર્ષ બરબાદ કરી દીધા.
આ પહેલા ચાર ધારાસભ્યોએ મહબૂબા મુફ્તીની વિરુદ્ધ પરિવારનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. ધારાસભ્ય આબિદ હુસૈન અંસારી, તેમના ભત્રીજા ઈમરાન હુસૈન અંસારી, તંગમાર્ગના ધારાસભ્ય મોહમ્મદ અબ્બાસ વાનીએ મહબૂબા પર પાર્ટીને પરિવાર ડેમોક્રેટિક પાર્ટી ગણાવી હતી. આબિદે કÌšં હતું કે, બીજેપી-પીડીપી ગઠબંધન દરમિયાન લેવામાં આવેલા નિર્ણય અને નીતિઓથી અમે ખુશ નથી. આ ઉપરાંત પટ્ટનના ધારાસભ્ય ઈમરાન અંસારીએ આરોપ લગાવ્યો હતો કે પીડીપી પર કેટલાક લોકોએ અધિકાર જમાવી લીધો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પીડીપીના કેટલાક નેતા બીજેપીના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં સુનામી લાવવા માટે તૈયાર છે. પીડીપી અને કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓના બળવાખોર અને અસંતુષ્ટ નેતા થોડાક દિવસોમાં એક સાથે આવી શકે છે. એવી ચર્ચા એટલા માટે ચાલી રહી છે કારણ કે ૨૭ જૂનના રોજ જ બીજેપી નેતા રામ માધવે પીપલ્સ કોન્ફ્રેંસના નેતા સજ્જાદ લોન સાથે મુલાકાત કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY