ભુજ કચ્છ: નખત્રાણા તાલુકાના ખોભડી મોટી પ્રાથમિક કન્યા શાળામાં ૨૦૦૮/૨૦૦૯ માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ છાયાબેન નરસિંહભાઇ તા.૨૪/૧૦/૨૦૦૮ થી ૦૭/૦૩/૨૦૦૯ સુધી ડિલેવરી માટે અર્ધ કપાત રજા પર હતા. છતા પણ તેમનું પગાર ખોભડી મોટી પ્રાથમિક કન્યા શાળાના મુખ્ય શિક્ષક રામુભા જાડેજા દ્વારા જમા કરાવી દેતા હતા. જયારે પટેલ છાયાબેન નરસિંહભાઇ તારીખના રજા પુરી થઈ ત્યારે તેઓ શાળામાં હાજર થયા ત્યારે છાયાબેન નરસિંહભાઇ દ્વારા રિકવરીના નાણાં પેટે ૧૮૭૨૮ રૂપિયા રામૂભા જાડેજાને બેને આપ્યાએ નાણાનું મૂખ્ય આચાર્ય રામૂભા જાડેજા દ્વારા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા છે, તેવું ચલણ આપવામાં આવ્યો ત્યારે મદદનીશ શિક્ષકના પતિને શક જતા પૈસા પરત ભરેલ ચલણની અસલી નકલ નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી આર.ટી.આઈ. હેઠળ માગવામાં આવી ત્યારબાદ એવા કોઈ નાણાનું ચલણ ટી.પી.ઓ. પાસે નથી એવુ જણાવ્યું હતું.ત્યાર બાદ તિજોરીમાંથી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માગતા ચલણ નકલી નીકળ્યો હતો.ત્યાર બાદ ભ્રષ્ટાચાર સામે હમેશા લડાઇ લડતા જબાર એચ.જત દ્વારા જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.જીલ્લા શિક્ષણ અધિકારીએ ઉચાપત પ્રકરણની તપાસ ચાર ટી.પી.ઓ.ની તપાસ સમિતિ દ્વારા તપાસ કરાવામાં આવી હતી. જેનું તપાસણી બાદ અહેવાલ જીલ્લા શિક્ષણ અધિકારીને સોપવામાં આવ્યો હતો.જેમાં ઉચાપત થઈ હોવાનું સ્પષ્ટ પણે દેખાઈ આવ્યો હતો.જેની ત્રણ સુનાવણીઓ કરવામાં આવી હતી.પરંતુ ધીમે ગતી ચાલતી તપાસ જબાર જત દ્વારા બોડર એરીયા આઇ.જી.ને રજૂઆત કરવામાં આવી હતી.જેની તપાસ નખત્રાણા પી.એસ.આઇ.ને સોપવામાં આવી છે.નખત્રાણા પી.એસ.આઇ. દ્વારા છાયાબેન નરસિંહભાઇ પટેલ અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા જબાર એચ.જતના નખત્રાણા પોલીસ નિવેદનો લઈ આગળ તપાસ આદરી રહી છે. ભ્રષ્ટાચારમાં નખત્રાણા તાલુકાના શિક્ષણ સંઘના પ્રમુખનું પણ નામ આવતા શિક્ષણ જગતમાં સનસનાટી ફેલાઇ છે.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



