ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સુચના મુજબ જીલ્લા મા નાસતાફરતા આરોપી શોધી કાઢવાની ડ્રાઇવમાં એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા પોલીસ માણસો ની ટીમ બનાવી ભરૂચ જીલ્લા મા નાસતા ફરતા આરોપી શોધી કાઢવા કાર્યરત હતા તે દરમ્યાન અ.પો.કો દીલીપભાઇ ચંદુભાઇને બાતમી મળેલ કે અંક્લેશ્વર શહેર પો.સ્ટે. ના કામનો તથા વાલીયા પોસ્ટે ના ગુનાના કામનો વોન્ટેડ આરોપી રૂપેશ મગનભાઇ વસાવા રહે-રોડફળીયુ માંડવા તા.અંક્લેશ્વર જી.ભરૂચનો ગડખોલ પાટીય ની પાસે આવનાર છે જે બાતમીના આધારે વોચ મા હતા ત્યારે આરોપી મળી આવતા ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી તેની અટક કરી અંક્લેશ્વર શહેર પો.સ્ટે ને આગળ ની કાર્યવાહી કરવા જાણ કરવા મા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






