ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા રાદડિયાનું પ્રસિદ્ધીનું નાટક : લલિત વસોયા

0
197

રાજકોટ,તા.૨૮
ખેડૂતોના પાકવીમા પ્રશ્ને ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જેતપુરમાં બેંકને બાનમાં લીધી હતી. બેંકના કર્માચારીઓને ધમકાવી બેંકની બ્રાન્ચ બંધ કરાવી દીધી હતી. આ મુદ્દે ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ પ્રશ્ન જ વીમા કંપની અને સરકારનો છે તેમા બેંક શું કરે. જયેશભાઇની અજ્ઞાનતા હોવાથી તેને પૂરી વાત જાણ્યા વગર બેંકે દબંગગીરી કરી. સસ્તી પ્રસિદ્ધી મેળવવા આ કર્યું હશે. આવા નાટક કરી ખેડૂતોની સહાનુભુતિ મેળવવા આવું કર્યાના આક્ષેપો કર્યા હતા.
વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ રીતે બેકમાં દબંગગીરી કરી સામાન્ય વ્યક્તિઓને મુશ્કેલીનો ભોગ બનવું પડ્યું હતું. બેંકના કર્મચારીઓ આમાં શું કરે, આ પ્રશ્ન જ તેની કેન્દ્ર અને રાજ્ય સરકારનો છે અને વીમા કંપનીઓની ભૂલો છે તો તેને સરકારમાંથી આ કરાવવું જાઇએ. બેકના કર્મચારીઓને ધમકાવાથી વીમાની રકમ કંઇ રીતે આવી જાય? આવા નાટક પરથી સાબિત થાય છે કે કેબિનેટ મંત્રીનુ પણ સરકારમા ચાલતું નથી. મોરબીના એક ગામમાં આવી જ ઘટના બની હતી. તેમા કોંગ્રેસના ધારાસભ્ય સચિવ કક્ષાએ જઇ ખેડૂતોના પ્રશ્નો સોલ્વ કરી દીધા હતા. કોંગ્રેસના ધારાસભ્ય જા સરકારમાંથી પ્રશ્ન સોલ્વ કરાવી શકતા હોય તો ભાજપના મંત્રી કેમ નહીં?
ખેડૂતોને પાક વીમો ન ચૂકવવા મામલે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ગઇકાલે જેતપુરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ચીમકી આપી હતી. બેંક દ્વારા ૧૫૦ ખેડૂતોના મગફળીના પાક વીમાના અંદાજે રૂ.૧.૭૫ કરોડ જેટલી રકમ ચૂકવવામાં ન આવતા રાદડિયા ગુસ્સે થયા હતા

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY