હાર્દિકનાં ઉપવાસનો ચોથો દિવસઃ કેન્દ્રીય મંત્રી અને હિંમતસિંહ ગુર્જર સમર્થનમાં

0
22

અમદાવાદ,તા.૨૮
હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમણાંત ઉપવાસ નો આજે ચોથો દિવસ છે ત્યારે હાર્દિક પટેલને સમર્થન આપવા માટે દેશભર માથી લોકો આવવાના છે ત્યારે આજે સવારે ૧૧ઃ૦૦ કલાકે એન.સી.પી.ના ડેલીગેશન તરીકે રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ હાર્દિક પટેલનાં ઉપવાસને સમર્થન આપવા માટે પહોંચી ગયા છે. રાજસ્થાનમાં ગુર્જર આંદોલનનાં નેતા હિંમતસિંહ ગુર્જર પણ હાર્દિક પટેલનાં સમર્થનમાં પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે હિંમતસિંગ ગુર્જર રાજસ્થાનમાં ગુર્જરોનાં અનામત માટે આંદોલન કર્યું હતું.
ઉપવાસના ત્રીજા દિવસે સોમવારે કોંગ્રેસના ૨૮ ધારાસભ્યો હાર્દિક પટેલને ટેકો આપવા તેના નિવાસ સ્થાને પહોંચી તેની મુલાકાત લીધી હતી. જેમાં મોહનસિંહ રાઠવા, પુજા વંશ, વિરજી ઠુમર અને હિંમતસિંહ પટેલ સહિત કોંગ્રેસના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. પોલીસે પ્રવેશ ન આપતા ધારાસભ્યોએ રોડ ઉપર બેસીને પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હાર્દિકને ટેકો જાહેર કર્યો હતો.
હાલમાં સમગ્ર રાજ્યભરમાં સલામતી અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરાઈ છે. આ સાથે અમુક જિલ્લાઓમાં ૧૪૪ લાગુ કરી દેવાઈ છે. અમદાવાદ શહેરના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં એસઆરપી અને પોલીસ ફોર્જ ઉતારી દેવામાં આવી છે.
પાટીદાર અનામત માટે ચાર દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરનાર હાર્દિક પટેલે હવે માનવ અધિકાર આયોગને પત્ર લખીને સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
હાર્દિકે પત્રમાં લખ્યુ છે કે હું પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર છું અને પાટીદાર સમાજને અનામત મળે તેમજ ખેડૂતોનુ દેવુ માફ થાય તે માટે આંદોલન ચલાવી રહયો છું. જેના પગલે સરકાર દ્વારા મારી સામે ઘણા ખોટા કેસો કરવામાં આવ્યા છે. ભૂખ હડતાળ પર બેસવા માટે પણ સરકારે પરવાનગી આપી નથી.
હાર્દિકે લખ્યુ છેકે ભારતના દરેક નાગરિકને બંધારણે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાનો અધિકાર આપ્યો છે. અમે કાયદો અને વ્યવસ્થા નહી જાખમાય તેવી બાંહેધરી લીધી હોવા છતા સરકારે અમને ભૂખ હડતાળ માટે પરવાનગી આપી નથી. જેના પગલે મેં ૨૫ ઓગસ્ટથી મારા ઘરે ઉપવાસ પર બેસવાનુ નક્કી કર્યુ હતુ. જેના કારણે બહારથી આવનારા મારા સમર્થકોને ૨૪મીથી પોલીસે નજરકેદ કરી લીધા છે. પોલીસે રસ્તામાં પાટીદારોને રોકીને તેમની ગાડીઓના ટાયરમાંથી હવા પણ કાઢી નાંખી છે. તેમના પર લાઠીચાર્જ પણ કર્યો છે.
હાર્દિકે માનવ અધિકાર આયોગને લખ્યુ છે કે રક્ષાબંધનના દિવસે પાટીદાર મહિલાઓને રાખડી બાંધવા માટે પણ આવવા દેવાઈ નથી. જે જગ્યાએ હું ઉપવાસ પર બેઠો છું ત્યાં આવેલા મારા સમર્થકો માટે ખાવા પીવાની વસ્તુઓ પણ સરકાર પહોંચવા દેતી નથી. સમર્થકોની ગાડીઓ પણ પોલીસે ડીટેઈન કરી લીધી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY