વડોદરા આર.આર સેલે સેલંબામાં જુગાર ધામ ઝડપી પાડતા તેના પ્રત્યાઘાતો છેક ગાંધીનગર માં પડ્યા

0
25

નર્મદાનું  સાગબારા પોલીસ સ્ટેશન શંકાના દાયરામાં 

નર્મદા જિલ્લા પોલીસ વડાના લેટર બૉમ્બ ની અસર હવે થઇ : વડોદરા રેન્જ આઈજીપી અભય ચુડાસમાની સીધી સૂચનાથી આર.આર સેલે સાગબારાના સેલંબામાં રેડ પાડી, બોર્ડર પરથી કેટલી વિદેશી દારૂ ભરેલી ગાડીઓ પસાર થતી હશે એ અંગે શંકા કુશંકા, વડીકચેરી એ થી તપાસ ના દોર શરૂ

રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ થોડા સમય પહેલા પોલીસ અધિકારીઓની મીઠી નજર હેઠળ નર્મદા જિલ્લામાં દારૂ-જુગારના અડ્ડાઓ કાર્યરત હોવા બાબતનો એક પત્ર બહાર પાડ્યો હતો.એ બાદ નર્મદા જિલ્લા પોલીસના વિવિધ વિભાગોમાં ધરખમ ફેરફારો પણ કરવામાં આવ્યા હતા. નર્મદા જિલ્લા પોલીસ વડાના કડક વલણ બાદ એકંદરે રાજપીપળા સહિત જિલ્લાના અમુક વિસ્તારોમાં દારૂ-જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓાં રોક જરૂર લાગી હતી. પણ સમય જતા આધિકારીઓ ની મીઠી નજર બુટલેગરો પર વધતા જે બાબતની રેન્જ આઇજી વિભાગ માં ખબર પડી અને થાનિક પોલીસ સ્ટેશન કઈ ના કરી શયું એટલે વિજિલન્સ ની ટીમે રેડ કરી મોટુ જુગારધામ ઝડપી પાડ્યું ત્યારે સવાલ એ ઉભો થાય કે આ જુગારધામ કોની રહેમ હેઠળ ચાલતુ હશે, શું સાગબારા પોલીસ ઉંઘતી હતી કે અંજાન હોવાનો ડોળ કરાયો એ તપાસ નો વિષય છે ત્યારે આવી અનેક બાબતો સાગબારા પોલીસ પર શંકાની સોય તાકી રહી છે હવે ગાંધીનગર ની ટીમો એ આ બાબતે તપાસ હાથ ધરાતા નર્મદા જિલ્લા પોલીસ અધિકારીઓ માં ફાફળાટ ફેલાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોક્કસ બાતમીને આધારે વડોદરા આર.આર સેલે વડોદરા રેન્જ આઈજીપી અભય ચુડાસમા ની સીધી સૂચનાથી નર્મદા જિલ્લા સાગબારા તાલુકાના સેલંબામાં અચાનક રેડ પાડી હતી.દરમિયાન ૧૦ જેટલા ઈસમોને ઝડપી 19,500 રોકડા અને કુલ 1.39 લાખનો મુદ્દામાલ ઝડપાઇ જતા સાગબારા પોલીસને ઊંઘતી ઝડપી ત્યારે સવાલ એક એવો થાય કે શું આબાબત ની જાણ ખરેખર સાગબારા પોલીસને નહિ હોય, જો તેમની રહેમ નજર હોય તોજ ફરિયાદ રેન્જ આઇજી સુધી જાય, આમ બોર્ડર નો જિલ્લો હોય અને જો બુટલેગરો ને છૂટો દોર મળે તો રૂપાણી સરકારની દારૂના કડક કાયદાની એસી તેસી થઇ જાય છે ,જે હોય તે પણ હાલ સાગબારા પોલીસ મથક શંકાના દાયરામાં આવતા તપાસ ના દોર શરૂ થયા છે.એમાં કોની કોની વિકેટ પડશે એ જોવું રહ્યું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY